છેલ્લા ઘણા દિવસથી મુખ્યમંત્રીના કહેવા પ્રમાણે આરોગ્ય વિભાગના અધિકારીઓ કોરોના વાયરસના કેસ અંગેની માહિતી દિવસમાં બે વખત જાહેર કરવામાં આવતી હતી. પરંતુ, તે નિયમમાં બદલાવ કરીને માત્ર સાંજે એક જ વાર 24 કલાક દરમ્યાન નોંધાયેલા આંકડાઓ જાહેર કરવામાં આવશે. અગાઉ સવારે આગળના દિવસની રાતથી સવાર સુધી નોંધાયેલા આંકડા જાહેર કરવામાં આવતા હતા. સાંજે સવાર થી સાંજ સુધી નોંધાયેલા આંકડા રજૂ કરવામાં આવતા હતા.
આ પણ વાંચો : કોરોના સામેની દેશવ્યાપી લડાઈમાં દેશની પ્રથમ મહિલાની એન્ટ્રી, આ રીતે કરશે મદદ
છેલ્લા દિવસમાં કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે, સામે આવતા કોરોનાના કેસના આંકડાઓ પર પત્રકારો દ્વારા કરવામાં આવતા સવાલથી બચવા માટે આ કદમ ઉઠાવામાં આવ્યું છે. પરંતુ, આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિએ આ વાતને સમર્થન આપ્યું નહોતું. છેલ્લા બે દિવસમાં કોરોનાના કેસમાં અચાનક ઘટાડો થવાથી લોકોના મનમાં તંત્રની કામગીરી અને કરવામાં આવતા ટેસ્ટ અંગે સવાલ ઉભા થવા લાગ્યા છે. જે અંગે જવાબ આપવાના બદલે સરકારે દિવસમાં બે વખત માહિતી આપવાનું બંધ કરી એક વખત શરુ કરી દીધું છે. સરકારને આમ કરવા પાછળનું કારણ શું હોઈ શકે તે અંગે કાંઈ પણ કહેવું યોગ્ય નથી.
