ભારતમાં કોરોનાના સૌથી વધારે કેસ ધરાવતા બે રાજ્યોમાં મહારાષ્ટ્ર અને ગુજરાતનો સમાવેશ થાય છે. જેમાં, મહારાષ્ટ્રમાં 54,758 અને ગુજરાતમાં કોરોનાના 14,829 કેસ નોંધાયા છે. સમગ્ર ભારતના 36% થી વધુ કેસ ફક્ત મહારાષ્ટ્રમાં છે. કોરોનાના કારણે મહારાષ્ટ્રમાં 1792 લોકોનાં અને ગુજરાતમાં 915 લોકોના મૃત્યુ થયા છે. લોકોના મનમાં સવાલ થઇ રહ્યા છે કે, મહારાષ્ટ્ર અને ગુજરાત આ બંને રાજ્યો માંથી ખરાબ સ્થિતિ કયા રાજ્યની છે?

આ મામલે અન્ય રાજકીય પક્ષ દ્વારા ભાજપ પર સતત પ્રહાર કરવામાં આવી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, ગુજરાતમાં આંકડાઓ છુપાવવામાં આવી રહ્યાં છે. અમદાવાદના જમાલપુર વિસ્તાર કે જ્યાંથી સૌથી વધુ કેસ સામે આવી ત્યાં અચાનક કેસની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં કોરોનાના 16 કેસે 1 વ્યક્તિનું મૃત્યુ થાય છે જયારે, મહારાષ્ટ્રમાં 31 કેસ પર 1 વ્યક્તિનું મૃત્યુ થાય છે. તે ઉપરાંત ગુજરાતનો રિકવરી રેટ 45 % છે જયારે મહારાષ્ટ્રનો રિકવરી રેટ 30 % છે.

માનવામાં આવે છે કે ભાજપના નેતા મહારાષ્ટ્ર સરકારને ઉથલાવવા માંગે છે
મહારાષ્ટ્રમાં 54 હજાર જયારે ગુજરાત 15,000 ની આસપાસ કેસ છે. એક વાત સ્પષ્ટ છે કે, બંને રાજ્યોમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ભયાનક છે અને આ પરિસ્થિતિને કાબુમાં લેવી ખાસ જરૂરી છે. તેમ છતાં એક બીજા રાજ્યોના રાજનેતાઓ ખાસ કરીને ભાજપ રાજરમત રમીને મહારાષ્ટ્ર સરકારને ઉથલાવવા માંગે છે. મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે બહુ ફરક નથી. વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના ભૂતપૂર્વ સભ્ય અને કોરોના પર ડેટા માઇનિંગ કરી રહેલા પ્રોફેસર શામિકા રવિએ બંને રાજ્યોની તુલના કરી છે અને તેમને જણાવ્યું છે કે, મહારાષ્ટ્રમાં દર 10 લાખ વસ્તીમાં 13.89 લોકો અને ગુજરાતમાં પણ તે સંખ્યા 13.93 છે.

ગુજરાતના અમુક વિસ્તારના કેસમાં થયો ઘટાડો
દર 100 ટેસ્ટમાં મહારાષ્ટ્રમાંથી 13.25% અને ગુજરાતમાંથી 7.76% કેસ સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં દરરોજના સરેરાશ એક હજાર જ્યારે ગુજરાતમાંથી 400 કેસ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં 14,460 માંથી 6,636 કેસ રિકવરી અને 915 લોકોની મૃત્યુ થયું છે. જયારે મહારાષ્ટ્રના 54,758 કેસોમાંથી 16,954 કેસ રિકવર અને 1792 લોકોનું મૃત્યુ થયું છે. આ આંકડાઓ વસતીની દ્રષ્ટિએ સમાન છે.
આ પણ વાંચો : ભારતમાં લોકડાઉનના કારણે 4 માંથી 1 વ્યક્તિ બેરોજગાર, આટલા કરોડ લોકોની નોકરી પર સંકટના વાદળ

અમદાવાદની પરિસ્થિતિ વધુ ખરાબ
સમગ્ર ગુજરાતની વાત કરીએ તો ટેસ્ટની સામે કન્ફર્મ કેસ સામે આવવાનો ક્રમાંક 8 ટકા જેટલો છે. ગુજરામાં દર 10 લાખે 245 વ્યક્તિ કોરોના સંક્રમિત છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં દર 10 લાખે 1503 વ્યક્તિ કોરોના સંક્રમિત છે. સૌથી વધુ કોરોના પોઝિટિવ દર્દીની યાદીમાં અમદાવાદ ટોપ-10 માં આવે છે. સૌથી વધુ સંક્રમિત જિલ્લાની તૈયાર કરાયેલી ટોપ 25 જિલ્લાની યાદીમાં અમદાવાદ ચોથા નંબરે છે. પરંતુ, અમદાવાદમાં સંક્રમણનો દર મુંબઈ, દિલ્હી અને ચેન્નાઈ કરતા ઓછો છે.
