ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 4395 થઇ ગઇ છે અને કુલ મૃત્યુઆંક 214 થયો છે. તે વચ્ચે, ગુજરાતમાં કોરોનાથી સાજા થનારની સંખ્યા 613 થઇ ગઇ છે. આ 613 માંથી 331એટલે કે 51% દર્દીઓ છેલ્લા પાંચ દિવસમાં કોરોના સામેનો જંગ જીતીને સાજા થયા છે. આમ, ગુજરાતમાં કોરોનાનો રિક્વરી રેટ અંદાજે 14% થઇ ગયો છે, જે પાંચ દિવસ અગાઉ 9% હતો.
આ પણ વાંચો : હવે, કોરોના વૃદ્ધને નહિ નાની ઉંમરના લોકોને બનાવી રહ્યો છે શિકાર

દેશમાં કોરોના સામેનો રિક્વરી રેટ
દેશમાં સૌથી વધુ દર્દીઓ સાજા થયા હોય તેમાં ગુજરાત ચોથા સ્થાને છે. મહારાષ્ટ્રમાં 9915 કેસમાંથી 1593, તામિલનાડુમાં નોંધાયેલા 2323 કેસમાંથી 1258, દિલ્હીમાં નોંધાયેલા 3439 કેસમાંથી 1092, રાજસ્થાનમાં નોંધાયેલા 2556 કેસમાંથી 836 દર્દીઓ સાજા થયા છે. આ આંકડાઓ પ્રમાણે મહારાષ્ટમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓનું પ્રમાણ અંદાજે 16 ટકા છે. સમગ્ર દેશમાં કોરોનાના 34007 કેસમાંથી કુલ 8722 સાજા થયા છે. આમ, ભારતમાં કોરોના સામેનો રિક્વરી રેટ 27 ટકાની આસપાસ છે.
