એક તરફ કોરોનાનું સંકટ ઓછું થઇ રહ્યું નથી અને ત્યારે ગરમીમાં સતત વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાય રહ્યા છે. ગરમ અને સૂકા પવન ફૂંકાવવાના કારણે ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં વધતો થશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી ત્રણ દિવસ એટલે કે 19 મેથી ગરમીના પ્રમાણમાં વધારો થશે. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ગરમ પવન ફૂંકાશે.સુરેન્દ્રનગર, કચ્છ,બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં હિટવેવની આગાહી કરી છે.
આ પણ વાંચો : કોરોના વાયરસનું નવું લક્ષણ આવ્યું સામે, WHO એ આપી જાણકારી
ગુજરાતમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોચ્યું છે. આ હિટવેવના કારણે કચ્છ,સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના તાપમાનમાં પણ વધારો થશે. અને અમદાવાદમાં પણ ગરમીનો સામનો કરવો પડશે. હવામાન વિભાગનું અનુસાર આગામી બે દિવસ 42 થી 43 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાઈ શકે છે.
