કોરોના વાયરસનો વ્યાપ વધતા લોકોમાં વારંવાર હાથ ધોવાની આદત પડી ગઈ છે. હાલમાં, હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ દિવસે દિવસે વધવા લાગ્યો છે. જેના પગલે હેન્ડ સેનિટાઈઝરની માંગ અચાનક વધી ગઈ. પરંતુ, લોકોમાં સવાલ થઇ રહ્યા છે કે, હેન્ડ સેનિટાઈઝર એક્સપાયર થયા બાદ કામનું છે કે નહી ?

કોરોનો વ્યાપ વધ્યા બાદ અચાનક હેન્ડ સેનિટાઈઝર કિંમતી બની ગયું અને તેના વેચાણમાં ભારે માત્રામાં વધારો થયો છે. હાલમાં, તેની ઉપયોગિતાને જોતા સરકારે તેને જરૂરી વસ્તુઓની શ્રેણીમાં સમાવવું પડ્યું છે. દરેક દવાની માફક સેનિટાઈઝરની પણ એક્સપાયરી ડેટ હોય છે. સામાન્ય રીતે આ એક્સપાયરી ડેટ નિર્માણ પછીના ત્રણ વર્ષ બાદની હોય છે. હેન્ડ સેનિટાઈઝરમાં ખાસ કરીને 60થી 95 ટકા આલ્કોહોલની માત્રા હોવી જોઈએ. ત્યારે જ તે કિટાણું કે જમ્સને મારી શકે છે. આલ્કોહોલની માત્રા 60 ટકાથી ઓછી હોય તેવા હેન્ડ સેનિટાઈઝર માત્ર રોગાણુઓની વૃદ્ધિ રોકી શકે છે મારી નથી શકતા.
આ પણ વાંચો : કોરોના ને રોકવા માટે છાંટવામાં આવતી જંતુનાશક દવા સ્વાસ્થ્ય માટે કેટલી હાનિકારક ? WHOએ કરી સ્પષ્ટતા

હેન્ડ સેનિટાઈઝરનું એક્સપાયર થવાનું કારણ એ છે કે, ખોલ્યા પછી ધીમે ધીમે તેની અંદરનો આલ્કોહોલ ઉડવા લાગે છે. થોડા સમય પછી તેમાં આલ્કોહોની માત્રા ઓછી થવા લાગે છે અને માત્ર 60 ટકાથી ઓછી થવાથી હેન્ડ સેનિટાઈઝર કિટાણુંને મારવા અસરકાર નહીં રહેતું.
