ભારતમાં લૉકડાઉન કારણે લોકોની સમસ્યા વધી છે. ઘરની બહાર જવાની મનાઈ હોવાના કારણે લોકો બેન્કમાં કે ATM પર જઈને પૈસા કાઢી સકતા નથી. તે વચ્ચે, HDFC બેન્કે પોતાના ગ્રાહકોને બે ખાસ ભેટ આપી છે. પ્રથમ ભેટ લોન લેનારા ગ્રાહકો માટે છે. સાથે જ બીજી ભેટ ATMની સુવિધા તમારા ઘર સુધી ઉપલબ્ધ થશે. માટે, હવે રૂપિયા ઉપાડવા માટે તમારે ઘરની બહાર નીકળવાની જરૂર નથી.

મોબાઇલ ATMની વ્યવસ્થા
HDFC બેન્કે દેશભરમાં મોબાઇલ ATMની વ્યવસ્થા શરૂ કરી છે. આ સુવિધાથી હવે ગ્રાહકને ATM જવાની જરૂર નથી. પોતાના દરવાજા પર ઉભેલી ATM વેન માંથી કેશ ઉપાડી શકો છો. આ ATMને ક્યાં રાખવામાં આવશે, તે વિશે નિર્ણય સંબંધિત શહેરોની નગરપાલિકા સાથે વાતચીત બાદ લેવાશે. આ મોબાઇલ ATM ને કોઇ ખાસ સ્થળે કોઇ નિશ્વિત સમયગાળા માટે રાખવામાં આવશે. નિશ્ચિત સ્થળે મોબાઇલ ATM સવારે 10 વાગ્યાથી લઇને સાંજે પાંચ વાગ્યાની વચ્ચે 3-5 સ્થળે રહેશે.
આ પણ વાંચો : રોજગારીમાં પણ લોકડાઉન, 43 મહિનાની ટોચની સપાટી પર રહ્યો બેરોજગારી દર…

લોન દરમાં ઘટાડો
HDFC બેન્કે લોન પર વ્યાજ 0.20 ટકા ઘટાડી દીધું છે. આ ઘટાડા બાદ એક દિવસ માટે માર્જિનલ લેંડિગ રેટ એટલે કે MCLR 7.60 ટકા જ્યારે એક વર્ષની લોન માટે 7.75 ટકા હશે. બેન્કની આ પહેલથી ટર્મ લોન સસ્તી થશે. અને જે લોકોની પહેલાથી લોન ચાલી રહી છે તેમની પણ EMI માં ઘટાડો થશે.
આ પહેલા એસબીઆઇ, બેન્ક ઑફ ઇન્ડિયા, કેનેરા બેન્ક, બેન્ક ઑફ બરોડા, પીએનબી, યૂનિયન બેન્ક ઑફ ઇન્ડિયા, બેન્ક ઑફ મહારાષ્ટ્રએ પણ વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે.
