વિશાખાપટ્ટનમ ખાતે થયેલી ગેસ લિકેજની ઘટનાના બાદ આજે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લોકડાઉન દરમિયાન અને બાદમાં મેન્યુફેક્ચરિંગ કંપનીઓમાં ફરીથી ઉત્પાદન શરૂ કરવાને લઈને ગાઈડ લાઈન બહાર પાડી છે. લોકડાઉન દરમિયાન બંધ પડેલા યાંત્રિક, વિદ્યુત અને રાસાયણિક ઉપકરણો મજૂરો માટે જોખમી બની શકે છે માટે આ ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે.

રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સદસ્ય સચિવ જીવીવી સરમાએ તમામ રાજ્ય અને કેન્દ્રશાસીત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખીને ગાઈડ લાઈન અંગે માહિતગાર કરવામાં આવ્યા છે. લોકડાઉન દરમિયાન અનેક સપ્તાહ સુધી ઔદ્યોગિક એકમો બંધ રાખવામાં આવ્યા હતા અને કેટલાક ઓપરેટર્સે સ્થાપિત પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયાનું પાલન ન કર્યું હોય તેમ બની શકે છે. જેના કારણે કેટલીક ઉત્પાદન સુવિધાઓ, પાઈપલાઈન, વાલ્વ વગેરેમાં બચેલા રસાયણો જોખમી બની શકે છે. ખતરનાક રસાયણો અને જ્વલનશીલ પદાર્થોની સાથે સંગ્રહ કરવા માટેની સુવિધામાં પણ આ સમસ્યા હોઈ શકે છે.
આ પણ વાંચો : ના રેપિડ ટેસ્ટ, ના પીસીઆર ટેસ્ટ, હવે ભારતમાં X-Ray દ્વારા કરવામાં આવશે કોરોનાના દર્દીઓની ઓળખ

લોકડાઉનના કારણે ઘણા સમયથી ભારે મશીનરી અને ઉપકરણોને યોગ્ય સમયે મેઈન્ટેન કરવામાં આવ્યું હોવાના કારણે શરૂઆતમાં કારીગર માટે ખતરનાક સાબિત થઈ શકે છે. માટે, ઉદ્યોગોને ફરીથી ખોલતી વખતે સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. ગૃહ મંત્રાલયે ઔદ્યોગિક એકમોને ફરીથી ચાલુ કરવાનું પ્રથમ સપ્તાહ પરીક્ષણ અવધિ માનવામાં આવે તેમ જણાવીને ઉત્પાદકોને શરૂઆતથી જ ઉચ્ચ ઉત્પાદન લક્ષ્ય હાંસલ કરવાનો પ્રયત્ન ન કરવાની સલાહ આપી છે.
