હમણાં કોરોના વાયરસનો ડર સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. લોકો પણ પોતાની તકેદારી માટેના તમામ પગલાં ભરી રહ્યા છે. પરંતુ, પોતાની સાથે ઘરનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો કહે છે કે, ઘરનું રસોડું અને અન્ય ભાગોને પણ જંતુરહિત કરવાનું જરૂરી છે. ઘરમાં રસોઈનું કામ પૂરું થયા બાદ સાબુના પાણી વડે અથવા કોઈ પ્રવાહીથી સાફ કરવું જોઈએ જેથી ત્યાં કોઈ વાયરસ કે કીટાણુ ન રહી જાય.

જો ઘરમાં સ્લીપરનનો ઉપયોગ કરતા હોય તો ઘરની બહાર જતી વખતે બીજા પગરખાં પહેરો. અને ખુલ્લા પગે બહાર જાવ તો પાછા આવીને સાબુથી સાફ કરો. ઘરના દરવાજાના હેંડલ, લોક, સ્વીચ, કમ્પ્યુટરનું કી-બોર્ડ, બાથરૂમના દરવાજાના હેંડલ વગેરે પણ જંતુરહિત થાય તે પ્રમાણે સાફ કરો કરો. શાકભાજી અને ફળો ઘરે લાવો ત્યારે ગરમ પાણીથી બારબ્બર સાફ કરો પછી જ તેનો ખાવામાં ઉપયોગ કરો. દૂધની થેલીઓ પણ દરરોજ આ રીતે ધોયા પછી જ દૂધ તપેલામાં ઠાલવવું. જરૂરી વસ્તુઓ ખરીદવાની હોય તો જ ઘરની બહાર નીકળો. શક્ય હોય ત્યાં સુધી એક જ વખતે વધારે સામાન લાવો જેથી વારંવાર ઘરથી બહાર નીકળવાની જરૂર ન પડે. આવ્યા પછી સાબુથી હાથ પગ ધોવા અથવા તો સ્નાન કરવું.
આ પણ વાંચો : વૈશ્વિક મહામંદીના ભણકારા… ભારત માટે કેવી હશે તેની અસર

ઘરના દરવાજાના હેંડલ, ફલશ ટેંકના નોબ, સ્વીચ ઈત્યાદિને વસ્તુઓને અડયા પછી તરત જ સાબુ વડે હાથ ધૂઓ. આ બધી જગ્યાઓએ ઘરની પ્રત્યેક વ્યક્તિના હાથ વારંવાર અડતા હોવાથી દર વખતે હાથ ધોવાં અત્યાવશ્યક બની રહે છે. ઘરના દરેક ખૂણા સાફ કરવા હાઈપોકલોરાઈટ અથવા બ્લીચિંગ પાવડરનો ઉપયોગ કરી શકાય. ઘરના દરેક લોકોના આરોગ્યની ખાસ તકેદારી રાખો અને જો તમારા ઘરમાં કોઈ માંદુ પડે તો તેનાથી ચોક્કસ અંતર જાળવી રાખવું સલાહભર્યું છે. અને તેમના કપડાં પણ અલગ ધોવા જોઈએ.

