ભારતમાં કોરોનાના કારણે લોકડાઉન 4.0 જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉનમાં જરૂરી બાબતોમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. ઘણી કંપનીઓ માટે ‘વર્ક ફ્રોમ હોમ’ દ્વારા કામ કરવું ખૂબ મુશ્કેલ છે. જેથી તે કર્મચારીઓએ ઓફિસ જવું અનિવાર્ય બની જાય છે. પરંતુ, ઓફિસમાં જઈને અન્ય કર્મચારીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રાખવું મોટો પડકાર બની જાય છે. માટે, ઓફિસમાં જનારા લોકો આ બાબતોનું ધ્યાન રાખશે તો સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં સરળતા રહેશે.

વિડિયો કોન્ફરન્સિંગનો ઉપયોગ
ઓફિસમાં કોઈ જરૂરી મિટિંગ કરવામાં ખાસ સોશિયલ ડિસ્ટન્સ અને સફાઈની ખાસ તકેદારી રાખવી પડશે. પરંતુ, આના કરતા સારો ઉપાય છે વિડિયો કોન્ફરન્સિંગ. આ વિકલ્પ દ્વારા તમારી અગત્યની મિટિંગ પણ કરી શકાશે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ થઇ જશે.

બિનજરૂરી મુસાફરી પર લગાવો રોક
ઘણા લોકો ઓફિસ જવા માટે જાહેર પરિવહનના વાહનોનો ઉપયોગ કરતા હોય છે. આ સંકટથી બચવા માટે બને ત્યાં સુધી મુસાફરીને ટાળવી જોઈએ અને જો અગત્યનું કામ હોય અને જવાનું થાય તો અવશ્ય માસ્ક પહેરો અને વારંવાર સાબુ અથવા સેનિટાઈઝરથી હાથને ધોતા રહો.

અન્ય લોકોને રૂબરૂ મળવાનું ટાળો
કોરોનાથી બચવા માટે અમય લોકો સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખો. તે માટે, એક જગ્યાએ વધુ લોકોને એકઠા ન થાવ, અને જો ભેગા થવાનું થાય તો સોશિયલ ડિસ્ટન્સનું પણ કરો, અન્ય લોકો સાથે હાથ મિલાવવાની આદતને ભૂલીને નમસ્તે કરવાની આદત પડો. દરેક લોકો સાથે ઓછામાં ઓછું બે મીટરનું અંતર રાખો. કામ શરૂ કરતા પહેલા અને કામ પૂર્ણ કાર્ય પછી હાથને બરાબર સાફ કરો.
આ પણ વાંચો : તક્ષશિલા અગ્નિકાંડમાં થયેલ 22 વિધાર્થીઓની મૃત્યુની આજે પ્રથમ વરસી, આજે આ રીતે અપાશે શ્રદ્ધાંજલિ

પોતાની આસપાસ સ્વચ્છતા રાખો
પોતાના કામ કરવાની જગ્યાએ સ્વચ્છતા રાખીને પણ કોરોના સલામત રહી શકાય છે. જેમાં, એવી દરેક વસ્તુઓને ખાસ સાફ રાખો જેને વારંવાર હાથ લાગવાનો છે. કામની શરૂઆત કરતા પહેલા દરેક વસ્તુને સેનિટાઇઝ કરીને જ તેની ઉપયોગ કરો. બહારની કોઈ પણ વસ્તુને હાથ લગાવ્યા પછી સાબુ કે સેનિટાઇઝરથી અવશ્ય હાથને બરાબર સાફ કરો.
