હાલમાં કોરોનાને લીધે લોકડાઉનનો સમયગાળો ચાલી રહ્યો છે. જેના કારણે લોકો પોતાના ઘરમાં નિયંત્રિત થઇ ગયા છે. સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે આપણા અન્ય લોકો સાથેના સંપર્કો ખૂબ મર્યાદિત થઈ ગયા છે. લોકડાઉનના કારણે લોકોનું જીવન અનિશ્ચિત બની ગયું છે.

અત્યારના નવરાશના સમયમાં ઘરમાં કેદ રહીને લોકોને ચિંતા થાય તે સ્વાભાવિક છે. કેમ કે, હાલ લોકો પાસે સમય જ સમય છે. ત્યારે, સોશિયલ મીડિયામાં કોરોના વાયરસને લગતી સાચી અને ખોટી માહિતી મોટા પ્રમાણમાં ફેલાઈ રહી છે. જેના પરિણામે વ્યક્તિ માનસિક રીતે હતાશ, નિરાશ કે પછી ક્યારેક ડિપ્રેશનમાં પણ સરી પડે છે, જેની અસર તેના શરીર પર પણ થવા માંડે છે. તેના શરીરની માંસપેશીઓમાં તાણ થવા માંડે છે અથવા પીડા થવા માંડે છે. લોકો માનસિક રીતે બેચેન હોવાને લીધે આરામ પણ કરી શકતા નથી. જેથી માનસિક રીતે થાકી જાય છે અને કામમાં ધ્યાન કેન્દ્રિત કરી સકતા નથી.
આ પણ વાંચો : કોરોના વાયરસના ત્રણ ત્રણ રૂપ છે, જે દુનિયાભરમાં મચાવી રહ્યા છે તબાહી, વૈજ્ઞાનિકોનો ચોંકવાનારો ખુલાસો

લોકડાઉનમાં કેવી રીતે કરશો મેનેજમેન્ટ
તમે પોતાને જ પૂછો કે, શું તમે સમસ્યાનું સમાધાન કરી શકો છો? જો જવાબ હા હોય તો તમારે શું કરવાનું છે એ તમને ખબર છે, પણ જો એનો જવાબ ના હોય તો એ સમસ્યા કે કામને હાલપૂરતું ટાળી દો. અને એને ભૂલી જવું જ યોગ્ય છે. જો તમને વારંવાર નકારાત્મક વિચાર સતાવતા હોય તો તેના માટે એક જૂની પણ સરસ થેરપી છે, જેનું નામ ટ્રેડિશનલ કોગ્નિશિયેટિવ બિહેવિયર થેરપી છે. આ થેરપી વ્યક્તિની નકારાત્મકતા, માનસિક અસ્વસ્થતા, હતાશાને ઓછી કરે છે, જેમાં વ્યક્તિએ પોતાની સમસ્યા લખી રાખવાની છે અને તેને લખ્યા પછી બીજી કોઈ રીતે તેનો ઉકેલ શોધવાનો હોય છે. જે એક અલગ ટેક્નિક છે.

આ પરિસ્થિતિમાં તમારા મનને ખુલ્લું રાખો તમારા જીવનમાં જે નવા પરિવર્તન થાય છે તેને સહજતાથી સ્વીકાર કરતા શીખો અને ગમે તે પરિસ્થિતિમાં માનસિક સંતુલન ના ગુમાવો. જીવનમાં આવનારા પડકારોમાંથી માર્ગ કાઢો અને તેની સામે લડતા શીખો.
