સમગ્ર વિશ્વમાં કોરોના અંગે ખુબજ તકેદારી રાખવા છતાં પણ કેસમાં સદંતર અધરો જોવા મળી રહ્યો છે. હાલમાં, કોરોના વાયરસ અંગે થયેલા નવા અભ્યાસમાં જણાયું છે કે, કોરોનાના લક્ષણો વિનાની વ્યક્તિ સાથે વાત કરવાથી કોરોના ચેપ લાગી શકે છે. આવી વ્યક્તિ બોલતી વખતે એક મિનિટમાં મોઢામાં એક લાખથી વધુ શૂક્ષ્મ ટીપાં છૂટા કરે છે, જેમાંથી એક હજાર કોરોના વાયરસ હોઈ શકે છે. આ અભ્યાસ સ્ટેનફોર્સ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો છે. આ અભ્યાસમાં વાતચીત દરમિયાન મોંમાંથી નીકળેલા ટીપાંનું વિશ્લેષણ લેસર તકનીકથી કર્યું હતું. તેનું વિશ્લેષણ કરીને પરિણામ જાહેર કરવામાં આવ્યા છે.

સામાન્ય અવાજની વાતચીતમાં ટપકા ઓછા બહાર આવે છે, પરંતુ મોટેથી અને ઉત્સાહથી બોલવામાં તેમની સંખ્યા વધે છે. એક મિનિટમાં હવામાં એક લાખ ટીપાં છોડવામાં આવે છે, જે 4-21 ઘનમીટર છે. આ ટીપાં હવામાં 14-21 મિનિટ સુધી ટકી રહે છે અને તે પછી નિષ્ક્રિય થાય છે. વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજના સમુદાય વિભાગના ડિરેક્ટર પ્રોફેસર જુગલ કિશોરે માને છે કે, કોરોના વાયરસથી પીડાતા મોટી સંખ્યાના દર્દીઓના લક્ષણો જોવા મળતા નથી. તેથી અન્ય લોકો માટે જોખમ ઊભું કરે છે.
આ પણ વાંચો : કોરોના વાયરસનું નવું લક્ષણ આવ્યું સામે, WHO એ આપી જાણકારી
આ પરિસ્થતિથી બચવા લોકોએ કપડા અથવા માસ્કથી મોં ઢાંકવું જોઈએ અને અન્ય લોકોથી એક મીટરના અંતરે જાળવવું જોઈએ.
