ભારત સમેત દુનિયાના તમામ દેશો હાલ કોરોના વાયરસના પ્રકોપથી ઝઝૂમી રહ્યા છે. કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા ભારતમાં ચીન કરતા પણ આગળ નીકળી ગઈ છે. હવે આગામી લોકડાઉન 4.0 માં છૂટછાટ આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં, કેટલીક ટ્રેન સેવા ચાલુ કર્યા પછી ડોમેસ્ટીક ફ્લાઇટને પણ ફરીથી ચાલુ કરવાની વાત કરવામાં આવી રહી છે. આ વચ્ચે દુનિયાભરના 1,364 એરપોર્ટ પર કરવામાં આવેલી એક સ્ટડી અનુસાર, જો વિમાન સેવા શરૂ કરવામાં આવી તો કોરોનાના કેસમાં ઝડપથી વધારો થશે. આ સ્ટડીમાં ભારતના 15 એરપોર્ટને હાઇ રિસ્ક કેટેગરીમાં રાખવામાં આવ્યા છે.

આ સ્ટડીમાં કહેવામાં આવ્યું હતું કે, ભારતમાં વસ્તી ગીચતા વધુ છે. અને સતત ડોમેસ્ટિક ફ્લાઇટ ચાલુ રાખવા કોરોના વાયરસના પ્રકોપને ફેલાવવાના પ્રમુખ કારણોમાંથી એક છે. અલગ અલગ દેશોથી આવતા લોકોથી પણ ફ્લાઇટ અને એરપોર્ટમાં સંક્રમણ ફેલાઇ શકે છે. આ સ્ટડીમાં દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટને સૌથી વધુ હાઇ રિસ્ક (0.5) વાળું જણાવ્યું છે. આ પછી મુંબઇનું છત્રપતિ શિવાજી એરપોર્ટ અને બેંગલુરુનું કેમ્પેગૌડા એરપોર્ટ હાઇ રિસ્કના લિસ્ટમાં ટોપમાં છે. અન્ય દેશના એરપોર્ટની વાત કરીએ તો આમાં સૌથી પહેલો નંબર બીઝિંગ કેપિટલ એરપોર્ટ છે. જ્યાં હાઇ રિસ્કનો રેટ 0.74 છે. આ પછી હોંગકોંગનો નંબર આવે છે. સિંગાપુર એરપોર્ટ ત્રીજા અને દિલ્હી એરપોર્ટ ચોથા ક્રમે આવે છે.
આ પણ વાંચો : ભારતીયોની આ આદત કોરોના સામે ભરવામાં આવેલા તમામ પગલાં પર ફેરવી શકે છે પાણી

આ સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસથી લડવા માટે ભારતને સૌથી વધુ ખતરો ડોમેસ્ટિક ફ્લાઇટના યાત્રીઓથી છે. વાયરસના સંક્રમણને ફેલવાની શરૂઆત એરપોર્ટથી થઇ રહી છે. અને ભારતના 10 સૌથી હાઇ રિસ્ક વાળા એરપોર્ટમાં 8 સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. સ્ટડીમાં તે પણ જાણવા મળ્યું છે કે 20 સૌથી વધુ રિસ્ક વાળા એરપોર્ટમાં 15 એરપોર્ટ ભારતમાં જ આવ્યા છે.
