દિવસે-દિવસે કોરોનાના દર્દીઓ વધતા જાય છે. હાલમાં, વિશ્વમાં 30 લાખથી વધુ લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. કોરોનાના કેસમાં દરરોજ 50-60 હજાર કેસનો વધારો નોંધાઈ રહયો છે. વિશ્વના દરેક દેશોએ કોરોના સંક્રમણને ઘટાડવા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે, હજુ પણ કોરોના સંક્રમણના દર્દીઓ વધતા જશે એવું જર્મનીની ગ્યોટિંગન યૂનિવર્સિટીના સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે તે ઉપરાંત જો ઘનિષ્ટ કોરોના ટેસ્ટિંગ કરવામાં આવે તો કોરોનની સંખ્યા કરોડને પાર નીકળી શકે છે.

આ સંશોધકોના ડેટા અનુસાર, હાલમાં કોરોનાના માત્ર 6% દર્દીઓ જ સામે આવ્યા છે. પરંતુ, તેની મૂળ સંખ્યા વધારે હોઈ શકે છે. આ અંદાજ કોરોના વાયરસ સંબંધી મુત્યુદર અને ઇન્ફેકશનની શરુઆતના આંકડાને આધાર બનાવીને તૈયાર કરવામાં આવ્યો છે. ડેવલપમેન્ટ ઇકોનોમિકસ પ્રોફેસર અનુસાર, આ સંશોધનના પરિણામ દ્વારા દેશની સરકારે નીતિનું ઘડતર કરવું જોઈએ. અને કોરોના ટેસ્ટનું પ્રમાણ વધારવું જોઈએ. તેમના માટે અલગ-અલગ દેશોની ટેસ્ટની ગુણવત્તાના ફેરફારના કારણે સાચા અને પ્રામાણિક આંકડા સામે નથી આવતા.
આ પણ વાંચો : કાલથી ખરીદી શકો છો ઓનલાઇન મોબાઈલ, પરંતુ નહિ થાય આ વિસ્તારોમાં ડિલિવરી

જે લોકોની તપાસ નથી થઇ એવા કોરોના પોઝિટિવ લોકો બહાર ફરી રહયા છે. જે અન્ય લોકો માટે ખૂબ જ ખતરનાક છે. જર્મન યૂનિવર્સિટીના સંશોધકક્રિસ્ટિયાન બોમર અને સેબાસ્ટિયાન ફોલમરનું આ સંશોધન ધ લેસેન્ટ ઇન્ફેકશન ડિસીજેસ પત્રિકામાં પ્રકાશિત થયું છે.
