કોરોના વાયરસ લગભગ દરેક દેશોમાં ફેલાઈ ગયો છે. તમામ દેશોના વૈજ્ઞાનિકો મળીને કોરોનાની વેકિસન શોધવા દિવસ રાત મહેનત કરી રહ્યા છે. પરંતુ, અત્યાર સુધી કોઈ દેશને સંપૂર્ણ સફળતા મળી નથી. આ વચ્ચે વૈજ્ઞાનિકોનો મત રજૂ કરતા એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, વેક્સિન બની જશે ત્યારે પણ એચઆઈવી, ચિકનપોક્સ અને મીજલ્સ (ઓરી) વગેરેની જેમ કોરોના વાયરસનો સંપૂર્ણ અંત ના પણ આવી શકે.

મહામારી રોગના નિષ્ણાંતોએ કહ્યું છે કે, કોરોના લાંબો સમય સુધી ટકી રહેશે તે અમેરિકાના આગામી તબક્કાના સંશોધન માટે મહત્વનું હશે. નિષ્ણાંતો અનુસાર, આ તમામ અનિશ્ચિતતાઓ વચ્ચે નોવલ કોરોના વાયરસ અમુક વસ્તુઓ પર ટકી રહેશે જે ભવિષ્યમાં પણ લાંબા સમય સુધી ચાલશે. હાલ ચાર સ્થાનિક કોરોના વાયરસ અસ્તિત્વ ધરાવે છે અને કોવિડ-19 એ પાંચમો હશે.

શિકાગો વિશ્વવિદ્યાલયના ઈવોલ્યુશનરી જીવવિજ્ઞાની અને મહામારી નિષ્ણાંત સારા કોબેએ જણાવ્યું છે કે, આ વાયરસ લાંબો સમય સુધી રહેશે. આ સંજોગોમાં આપણે તેના સાથે કેવી રીતે સુરક્ષિત રહેવું તે અગત્યનો સવાલ છે. તેમના મતે, આ મહામારી સામે જીતવા માટે સતત પ્રયત્ન કરતા રહેવા પડશે અને સાથે જ રાજકીય ઈચ્છાશક્તિની પણ જરૂર છે. રોગ નિયંત્રણ અને નિવારણ માટેના કેન્દ્રના પૂર્વ નિદેશક ટોમ ફ્રીડેનના અનુસાર, આપણે પૂરતું ધ્યાન નથી આપી રહ્યા તેના કારણે આ સમસ્યા વધી રહી છે. હાલમાં ભરવામાં આવતા તમામ પગલાં ટૂંકા ગાળાના છે તેની લાંબા ગાળામાં તેની કોઈ અસર થવાની નથી.
આ પણ વાંચો : શું લોકડાઉનમાં આર્થિક સમસ્યાના શિકાર બન્યા છો ?, તો અપનાવો 5 ટિપ્સ

આ સમસ્યાના માટે ટોમે જણાવ્યું કે, કોરોના જેવી મહામારીથી લડવા ફક્ત એક મુદ્દો સક્ષમ નથી. તેની સામે લડવા વ્યાપક રણનીતિ ઘડવાની જરૂર છે. પરંતુ, સતત વધતા કેસના કારણે અમેરિકા અને અન્ય દેશો તાત્કાલિક અને ઝડપથી અસર કરે તેવી રસી શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
