કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે કેન્દ્ર સરકારે સમગ્ર ભારતને 21 દિવસ માટે લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર અને પોલીસ લોકોને લોકડાઉનની અગત્યતા જણાવીને તેનું પાલન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. પરંતુ, લોકો લોકડાઉન અંગેની ઓછી સભાનતા જતાવીને દિવસ દરમિયાન જરૂરી કામ ન હોવા છતાં લટાર મારવા નીકળી પડે છે.

ઘણી સોસાયટીમાં બાંકડા ઊંધા કરી દીધા હોવા છતાં લોકો ફૂટપાથ પર બેસીને કોરોના વાયરસના ખતરાની અવગણના કરે છે અને પોતાનું જીવન જોખમમાં મૂકે છે.
આ પણ વાંચો : લોકડાઉન જેલ નથી, વુહાનથી આવેલ વિદ્યાર્થીએ પીએમ મોદીને જણાવ્યો અનુભવ
ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, જો વગર કારણે ઘરની બહાર નીકળશો અને સોસાયટીમાં ટોળાવળીને બેશતા પકડાશે તો તેમના વિરૃદ્ધ ગુનો દાખલ થશે અને તે ઉપરાંત તેની કારકિર્દી પણ જોખમમાં આવી શકે છે અને ભવિષ્યમાં તેમને પાસપોર્ટ બનાવામાં પણ તકલીફ પડશે. માટે કોરોના વાયરસના જોખમને ઓળખીને પોતાનું અને અન્ય લોકોનું જીવન જોખમમાં ન મુકો.
