વડાપ્રધાન મોદીએ લોકડાઉનની જાહેરાત કાર્ય બાદ નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ ગાઇડલાઇનમાં જે લોકો લોકડાઉનના નિયમને તોડનાર સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 મુજબ સજા અને દંડની જોગવાઈ કરાઈ છે. તેમા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જાહેર સ્થળો અને કામની જગ્યાએ માસ્ક પહેરવું ફરજીયાત હશે.

જાહેર સ્થળે થુંકવું, ગાઈડલાઈનનો કાયદો તોડવો, અન્ય લોકો માટે જાન-માલનું જોખમ ઉભુ જેવા કાર્યો કરવા પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 9 મુજબ કાર્યવાહી કરાશે. અને આદેશ ન માનવાની સ્થિતિમાં સરકારી કર્મચારીઓ ઉપર આપીસી કલમ 188 મુજબ કાર્યવાહી થશે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અનુસાર થનાર સજા અને દંડ
કલમ 51 અનુસાર : કર્મચારીઓના કામમાં અવરોધ ઊભો કરવા માટે
જો કોઈ વ્યક્તિ સરકારી કર્મચારીના કામમાં અવરોધ ઊભો કરે છે અથવા નિર્દેશોનું પાનલ ન કરનારને આ કલમ મુજબ સજા કરવામાં આવશે. આ કલમ અનુસાર 2 વર્ષ સુધીની સજા થઇ શકે છે.
આ પણ વાંચો : LOCKDOWN 2.0 : ઘરની બહાર નીકળતા પહેલા આ 15 નવા નિયમોનું રાખો ધ્યાન

કલમ 53 અનુસાર: પૈસા/વસ્તુનો દુરોપયોગ કરવા માટે
જો કોઈ વ્યક્તિ રાહત કાર્યો માટેના પૈસા કે સમાગ્રીનો દૂરોપયોગ કે પોતાના માટે ઉપયોગ માટે કરશે તેને આ કલમ મુજબ તેને દોષી માનવામાં આવે છે. આ કલમ મુજબ બે વર્ષની સજા અને દંડ થઈ શકે છે.
કલમ 54 મુજબ: ખોટી ચેતવણી માટે
જો કોઈ વ્યક્તિ ડિઝાસ્ટર વિશે ખોટી કે તેની ગંભીરતા વિશે ખોટી ચેતવણી આપે છે, જેનાથી ડર ઊભો થાય તો આ કલમ મુજબ કાર્યવાહી થઈ શકે છે. જે મુજબ એક વર્ષની સજા અને દંડ થઈ શકે છે.

કલમ 55 અનુસાર: સરકારી વિભાગના અપરાધ માટે
જો કોઈ અપરાધ સરાકરના વિભાગ દ્વારા કરવામાં આવે તો તે વિભાગના પ્રમુખ દોષી માનવમાં આવશે.
કલમ 56 અનુસાર: અધિકારીના કર્તવ્યનું પાલન ન કરવા માટે
સરકારી અધિકારી જે લોકડાઉન સંબંધિત કર્તવ્યોનું પાલન કરવા માટે નિર્દેશ આપ્યો હતો અને તેને કરવાનો ઈનકાર કરવામાં આવે તો આ કલમ મુજબ વ્યક્તિને દોષી માનવમાં આવે છે. આ કલમ મુજબ એક વર્ષની સજા અને દંડ થઈ શકે છે.

કલમ 57 અનુસાર: અપેક્ષિત આદેશનું ઉલ્લંઘન થવા અંગે
જો કોઈ વ્યક્તિ અપેક્ષિત આદેશનું પાલન કરવામાં નિષ્ફળ જાય, તો તે આ કલમ મુજબ દોષી ગણાશે. આ કલમ અનુસાર એક વર્ષની સજા અને દંડ અથવા બન્ને થઈ શકે છે.
સરકારી કર્મચારી ઉપર કલમ 188 મુજબ કાર્યવાહી
આપવામાં આવેલા નિર્દોશોનું સરકારી કર્મચારી દ્વારા પાનલ ન કરનારને આ કલમ મુજબ કાર્યવાહી થઈ શકે છે.
સજા અને દંડના બે વિકલ્પ
- સરકાર કે કોઈ અધિકારી દ્વારા આપવામાં આવેલા આદેશોનું ઉલ્લંધન કરે છે કે કાયદાની વ્યવસ્થામાં રહેલા વ્યક્તિને નુકસાન પહોંચાડે છે તો ઓછામાં ઓછી એક મહિનાની જેલ કે 200 રૂપિયાનો દંડ થઈ શકે છે.
- તમારા દ્વારા સરકારી આદેશનું ઉલ્લંઘન કરવાથી વ્યક્તિના જીવન, સ્વાસ્થ્ય કે સુરક્ષા વગેરે ઉપર જોખમ ઊભુ થાય છે, તો ઓછામાં ઓછી 6 મહિનાની સજા કે એક હજારનો દંડ થઈ શકે છે.
