ભારતમાં કોરોના વાયરસનાં લક્ષણોની ઓળખ અને સાવચેતીના પગલાંથી વાકેફ રહેવા માટે આરોગ્ય સેતુ એપનો ઉપયોગ 10 કરોડ ભારતીય કરે છે. આ એપ 2 એપ્રિલનાં રોજ લોન્ચ થઇ હતી. એપનાં લોન્ચ થયાના પહેલા 13 દિવસમાં જ 5 કરોડ ભારતીયોએ આ એપ ડાઉનલોડ કરી લીધી હતી. સરકાર દ્વારા પણ આ એપ ડાઉનલોડ કરવાની વારંવાર અપીલ કરવામાં આવી રહી છે. જો આ એપ તમે ડાઉનલોડ નથી કરી તો તમે આ પ્રકારના જરૂરી સુવિધાના લાભથી વંચિત રહી શકો છો.

- ડૉક્ટરની ફ્રી સલાહ
આ એપમાં થોડા જ સમયમાં ડૉક્ટર સાથે કન્સલ્ટિંગની સુવિધા પણ જોડાશે. એપ્લિકેશન ન હોવાના કારણે આનો લાભ ગુમાવી શકો છો.
- ઇ પાસ માટે અરજી કરી શકશો
આ એપ દ્વારા તમે લૉકડાઉનનો ઇ પાસ પણ મેળવી શકો છો. આ માટે આરોગ્ય સેતુ એપ પર નવું સેક્શન ઇ – પાસ જોડવામાં આવ્યું છે. આ સુવિધા પણ થોડા જ સમયમાં શરૂ થવાની છે.

- ઓનલાઇન દવા મંગાવવા અને ટેસ્ટ કરાવવો
ઓનલાઇન દવાની ડિલીવરી માટે આ એપે 1mg, NetMeds, PharmEasay, MedLife સાથે સમજૂતી કરી છે. જેથી ઘરે બેઠા દવા મેળવી શકો છો. આ ઉપરાંત Dr. Lal PathLbs, Metropolis તથા અન્ય કંપનીઓ માંથી લેબ ટેસ્ટ કરવામાં આવશે.
- રેલવેનાં યાત્રીઓ માટે અનિવાર્ય
ભારતીય રેવલેના યાત્રીઓ માટે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી અનિવાર્ય કરવામાં આવી છે.
આ પણ વાંચો : આત્મ નિર્ભર શબ્દ જેના પર સૌ કોઈની છે ચર્ચા, શું વડાપ્રધાન મોદીએ સીધો આપ્યો ચીનને પડકાર ?
- ફ્લાઇટમાં મુસાફરી માટે પણ જરૂરી
ફ્લાઇટના મુસાફરો માટે પણ આ એપ ડાઉનલોડ કરવી જરૂરી છે. સરકાર 17 મેથી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી શકે છે.

- યુપીમાં ઘરમાંથી બહાર નીકળવા એપ અનિવાર્ય
યુપીમાં ઘરની બહાર જવા માટે પણ આરોગ્ય સેતુ એપ હોવી જરૂરી છે નહીં તો તે વ્યક્તિ પર કાર્યવાહી થઇ શકે છે. તે સાથે ગોરખપુરમાં ઇ-પાસ પણ એવા જ વ્યક્તિને મળશે જેમના મોબાઇલમાં આરોગ્ય સેતુ એપ હશે.
