ભારતીય રેલવે લોકડાઉન જાહેર કર્યાના 51 દિવસ પછી 12 મેથી પેસેન્જર ટ્રેન સર્વિસ શરૂ કરી છે. શરૂઆતમાં રેલવે ફક્ત 15 જોડી ટ્રેનો દોડાવી રહી છે. હાલના સમયે મુસાફરી કરતા લોકો માટે ભારતીય રેલવે દ્વારા ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જે ગાઇડલાઇનનું મુસાફરી દરમિયાન ધ્યાન રાખવું અતિઆવશ્યક છે.
આ પણ વાંચો : કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં ભારત આ નંબર પર સ્થિત, કેનેડાને મૂક્યું પાછળ
- ફક્ત કન્ફોર્મ ટિકિટ ધરાવતા યાત્રીઓને જ ટ્રેનમેં બેસવાની પરવાનગી આપવામાં આવશે.
- ટ્રેનમાં બેસવા પહેલા દરેક યાત્રીનું સ્ક્રિનિંગ કરવામાં આવશે, જો તેમનામાં કોરોનાના લક્ષણ દેખાશે તો મુસાફરી નહિ કરવા દેવામાં આવે.
- દરેક યાત્રીઓ માટે માસ્ક અનિવાર્ય છે અને સમગ્ર મુસાફરી દરમિયાન પહેરી રાખવો પડશે.
- દરેક યાત્રીને Entry અને Exit પોઇન્ટ પર સેનીટાઈઝર્સ આપવામાં આવશે અને મુસાફરી દરમિયાન પણ હાથને સેનિટાઇઝ કરાવામાં આવશે.
- મુસાફરી શરુ કરતા પહેલ અને મુસાફરી દરમિયાન સામાજિક ડિસ્ટન્સ રાખવું છે.
