સમગ્ર વિશ્વમાંથી સામે આવેલા કોરોનાથી સંક્રમિત કેસમાં ભારતની સ્થિતિ અન્ય દેશોની તુલનાએ ઘણી રીતે સારી છે. એક લાખની વસ્તી પર કોરોના દર્દીઓની સંખ્યા વિશ્વના બાકીના દેશો કરતાં ઘણી ઓછી છે. જે બતાવે છે કે, ભારતના લોકો વિશ્વમાં શ્રેષ્ઠ રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે.

ભારતમાં પ્રત્યેક એક લાખ વસ્તીમાં કોરોનાની સરેરાશ ચેપ 7.1 છે. એટલે કે, એક લાખની વસ્તીમાં, ફક્ત 7 લોકો કોરોનાની પકડમાં આવ્યા છે. વિશ્વની સરેરાશ જોવામાં આવે છે ત્યારે એક લાખની વસ્તી પર 60 કોરોના દર્દીઓ મળી આવ્યા છે. આ માહિતી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દ્વારા આપવામાં આવી છે. તે ઉપરાંત, રિકવરી રેટ પણ 38 ટકાથી વધુ છે એટલે કે દર 100 માં 38 જેટલા દર્દીઓ સાજા થઈ રહ્યા છે.

અન્ય દેશોમાં પ્રતિ લાખે કોરોના દર્દીની સંખ્યા
- ભારત – 7.1
- યુકે – 361
- સ્પેન- 494
- ઇટાલી – 372
- બ્રાઝિલ -104
- જર્મની – 210
- તુર્કી – 180
- ફ્રાન્સ – 209
- ઇરાન – 145
આ પણ વાંચો : લોકડાઉન પછી વધી 64% સેનિટાઇઝરની માંગ, રોજ થાય છે આટલું પ્રોડક્શન
આ છે કારણ
ભારતે તેની વસ્તીના માત્ર 0.15% ટેસ્ટ કર્યા છે. પરંતુ, હવે ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. 18 મે એ પ્રથમ વખત એક લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને દેશમાં અત્યાર સુધીમાં કુલ 24 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
