હાલમાં, કોરોના વાયરસની કોઈ દવાની શોધ ન થઇ હોવાના કારણે બધા દેશોમાં કોરોનાની દવા માટે વિવિધતા જોવા મળે છે. US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કોરોના વાયરસની સારવારમાં રીમડેસિવીરનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. અત્યાર સુધી ટ્રમ્પ કોરોની સારવાર માટે સૌથી અસરકારક દવા તરીકે મેલેરિયાની દવા હાઇડ્રોક્સીક્લોરોક્વિન હોવાનો દાવો કરી રહ્યા હતા. યુ.એસ.માં રીમડેસિવીર દવાથી કોરોના દર્દીઓ પર સારા પરિણામો જોવા મળ્યા છે. ઇબોલા વાયરસ માટે પ્રથમ પરીક્ષણ કરાયેલ આ એન્ટિવાયરલ દવાને ડોક્ટર અસરકારક માની રહ્યા છે. દવાથી સરેરાશ દર્દી 11 દિવસમાં સાજો થઇ જાય છે.

વૈજ્ઞાનિકો અનુસાર, અમેરિકન ફાર્મા કંપની ગિલિયડ દ્વારા બનાવવામાં આવેલી આ દવા કોરોના વાયરસની સારવાર માટે બનાવવામાં આવી નથી. તે દવાથી ફાયદોતો થઇ રહ્યો છે છે પરંતુ, તેની આડઅસરની જાણકારી મેળવવી જરૂરી છે. આ દવાની ફક્ત અમેરિકા જ નહીં વિશ્વની ઘણી હોસ્પિટલોમાં આ દવાથી સારવાર કરવામાં આવી રહી છે. આ દવાની ચીનમાં ગંભીર દર્દીને આપવામાં આવી હતી, જેનાથી તેને કોઈ આડઅસર થઇ નહોતી. ત્યારબાદ નવા ટ્રાયલ માટે યુએસ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ એલર્જી એન્ડ ઈન્ફેક્શિયસ ડિજીજેસ દ્વારા કરવામાં આવી હતી. ટ્રમ્પના સલાહકાર યુ.એસ.ના આરોગ્ય અધિકારી ડો. એન્થોની ફોકીએ આવા ઝડપી દેખાતા સુધારાને ‘સારા સમાચાર’ ગણાવ્યા છે.
આ પણ વાંચો : કોરોના વાયરસથી સારા દર્દીઓના લોહીનું ઇન્ટરનેટ પર આટલી કિંમતમાં વેચાણ

ભારતીય અમેરિકન કાર્ડિયોલોજિસ્ટ અનુસાર, “આ એક સસ્તી દવા છે, તેનો ઉપયોગ દાયકાઓથી કરવામાં આવે છે અને લોકોને તેનાથી આરામ મળે છે.” તેમણે કહ્યું, ‘અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છીએ. અમે આશા રાખીએ છીએ કે આપણે ફરીથી કોરોના વાયરસ વૈશ્વિક રોગચાળા જેવી કદી સામનો કરવો ન પડે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના એન્થોની ફોસ્સીએ કહ્યું કે, આ દવા ગંભીર રીતે બીમાર કોરોના વાયરસ દર્દીઓની સારવારમાં અસરકારક રહેશે.
