ભારતમાં કોરોના સંકટને ઘટાડવા લોકડાઉન જાહેર કર્યું જેના કારણે કોરોના સાથે રોજગારીમાં પણ ઘટાડો થયો છે. જેમાં, દેશના મહત્વના 7 સેક્ટરોમાં નોકરી ઓછી થવાનું જોખમ રહેલું છે. ખાસ કરીને ટૂરિઝમ અને હોસ્પિટાલિટી સેક્ટરમાં 3.8 કરોડ લોકોની નોકરી પર સંકટના વાદળ છવાયેલા છે. તે ઉપરાંત ટેલિકોમ સેક્ટરમાં 20 લાખ લોકો નોકરી કરે છે તેમાંથી 70 હજારથી વધુ લોકોએ નોકરી ગુમાવી છે. હાલમાં, અર્થવ્યવસ્થાની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે, દેશમાં 40 % લોકોએ પગારમાં કાપ સહન કરવો પડશે. એક સર્વેમાં અનુસાર આ લોકડાઉનના કારણે 15 % લોકો નોકરી ગુમાવશે. આ સર્વેમાં સામેલ 15% લોકોએ કહ્યું કે, તેમના પગારમાં 25% સુધીનો કાપ આવી શકે છે.

ગ્રામ્યવિસ્તારમાં બેરોજગારીમાં 2% નો વધારો
ગત અઠવાડિયે ગામડાઓમાં બેરોજગારીના દરમાં 2 ટકાનો વધારો થયો હતો. પ્રાઇવેટ રિસર્ચ ગ્રૂપ સેન્ટર ફેર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના મતે ગ્રામીણ ભારતમાં બેરોજગારીનો દર 25.90 % થઇ ગયો છે, જે ગયા અઠવાડિયે ૨૨.૭૯ ટકા હતો. જે શહેરમાં અગાઉ 26.95 % થી ઘટીને હાલમાં 22.92% એ પહોંચી ગયો છે. જયારે, અગાઉ રાષ્ટ્રીય સ્તરે બેરોજગારી દર 24.01 % હતો, જે હવે વધીને 24.34% થયો છે. આ આંકડાઓ અનુસાર ભારતમાં દર ચોથી વ્યક્તિ 1 વ્યક્તિ બેરોજગાર છે. હાલમાં, પરપ્રાંતીઓએ વતન સ્થળાંતર કર્યું હોવાથી ગ્રામવિસ્તારમાં પણ બેરોજગારીના દરમાં વધારો થયો છે.
આ પણ વાંચો : શું આ કારણે ફરી ઓછી થઇ જશે સુરતના હીરા ઉદ્યોગની ચમક ?

કયા સેક્ટરમાં નોકરી જવાનું વધુ સંકટ ?
મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 20 થી 30 લાખ, ઓટો ડીલરશિપમાં 2 લાખ, રિટેલ સેક્ટરમં 60 લાખ, ઇન્ટરનેટ બિઝનેસમાં 1 લાખ, રીઅલ એસ્ટેટમાં 1.4 કરોડ કરોડ, હોસ્પિટાલિટી એન્ડ ટૂરિઝમ સેક્ટરમાં 3.8 કરોડ, એન્ટરટેઇનમેન્ટમાં 6 લાખ લોકોની નોકરી સંકટમાં છે. ઘણી કંપનીઓએ તેમની કંપનીના કર્મચારીઓને છુટા કરવાનું ચાલુ કરી દીધું છે.
