હાલના સમયમાં કોરોનાના વધતા જતા કેસના કારણે ઝડપી ટેસ્ટ કરવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે. જેના કારણે જેટલા પ્રમાણમાં ટેસ્ટ કરવા જોઈએ એટલા કરી શકતા નથી. ત્યારે, એક નવી કીટ આવી છે જેમાં ટેસ્ટ કરવા માટે કોઈ લેબોરેટરીમાં જવાની જરૂર રહેશે નહિ. જેમાં માત્ર ફૂંક મારવાથી કોરોના છે કે નહિ તેની જાણ થશે. આ અંગે પ્રો. સરુસીએ જણાવ્યું છે કે, આ ટેસ્ટ કીટની શરૂઆતથી જ વધુ સારા પરિણામો મળી રહ્યા છે. આ ટેસ્ટ કીટ દ્વારા ઝડપથી વધુ દર્દીની તપાસ કરી શકાશે. તે અંગે હાલમાં, ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) તરફથી મંજૂરી લેવામાં આવી છે.

કોરોનાના ટેસ્ટ માટે લેબોરેટરી પાછળ મોટા પ્રમાણમાં ખર્ચ થાય છે. જેની એક ટેસ્ટની કિંમત 4થી 10 હજાર હોય છે. આ ટેસ્ટમાં માત્ર ફૂંક મારવાથી કોરોનાની ઓળખ કરી શકાય છે. જ્યારે શરીરમાં કોરોના પોઝિટિવ હોય ત્યારે ફેફસામાં વિષાણું હોય છે. ટેસ્ટ કીટની પાઈપમાં ફૂંક મારવાથી આ કીટ ઓળખીને તરત પરિણામ જણાવશે.

વિટામીન ડી કોરોના માટે એક નવો ઉપાય
ભારતમાં જ્યારથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારથી લોકો પોતાના ઘરમાં કેદ થઇ ગયા છે. લોકડાઉન દરમિયાન ઘરમાં રહેવાથી પણ ઘણી આડઅસર થાય છે. માણસના શરીરની અંદર શરીરની જૈવિક ઘડિયાળ, સૂર્યપ્રકાશ અને રાતના અંધકાર સાથે ગતિ રાખે છે. આપણું શરીર સૂર્યના કિરણોમાંથી વિટામિન ડી મેળવે છે. આ વિટામિન આપણા દાંત અને હાડકાંને મજબૂત બનાવે છે. વિટામિન ડી આપણી ફેફસાંની લડવાની ક્ષમતાને પણ મજબૂત બનાવે છે.
આ પણ વાંચો : લોકડાઉન 5.0 રહી શકે છે આ 13 શહેરો પૂરતું, જાણો શું છે સરકારનું પ્લાનિંગ ?

જ્યારે કોઈ ચેપ થાય છે, ત્યારે પેપ્ટાઇડ્સ ફેફસાંની આંતરિક અસ્તરના ઉપલા સ્તરમાંથી બેક્ટેરિયા અને વાયરસને દૂર કરે છે. આ પેપ્ટાઇડને કેથેલિસિડિન કહેવામાં આવે છે. જે આપણા બી અને ટી રોગપ્રતિકારક કોષોને પણ મજબૂત બનાવે છે. જે લોકોમાં વિટામિન ડીની ઉણપ હોય છે તેમને વિન્ડપાઇપમાં વાયરસનો ચેપ લાગે છે. વૈજ્ઞાનિકો શોધ કરી રહ્યા છે કે શું વિટામિન ડી સપ્લિમેન્ટ્સ લેવાથી કોવિડ -19 સામે લડવામાં મદદ મળે છે? ડબલિનના ટ્રિનિટી કોલેજના સંશોધનકર્તા રોઝ કેનીએ કરેલા સંશોધન અનુસાર, ઇટાલી અને સ્પેનમાં કોરોના વાયરસથી મૃત્યુ પામેલા લોકોમાં વિટામિન ડી નો અભાવ જોવા મળ્યો હતો.
