ભારતમાં લોકડાઉન હોવા છતાં 2 દિવસમાં કોરોના વાયરસના દર્દીઓમાં મોટા પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે. ધીરે ધીરે કરીને કોરોના વાયરસ ગુજરાતના 8 જિલ્લાઓમાં ફેલાઈ ચુક્યો છે. આ સ્થિતિમાં મળેલી માહિતી અનુસાર, કોરોનાના દર્દીઓને સારા થવામાં ગુજરાત રાજ્યનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. મહારાષ્ટ અને ગુજરાતમાં કોરોના વાયરસના કારણે સૌથી વધારે મૃત્યુ થયા છે. લોકડાઉન હોવા છતાં લોકો સામાજિક અંતર જાળવી રાખવાની બાબતે વધારે સભાનતા જતાવી રહ્યા નથી. જો આ પ્રકારે જ ચાલતું તો આ દેશ માટે મોટું સંકટ બની શકે છે.

ગુજરાતના અત્યાર સુધી કોરોનાના 55 દર્દીઓ નોંધાયા છે જેમાંથી 4 દર્દીઓના મોત થયા છે અને ફક્ત 4 દિવસમાં 8 દર્દીઓનો વધારો થયો છે. માટે ગુજરાતનું સ્થાન ચિંતાજનક રાજ્યોમાં છઠ્ઠા ક્રમે રાખવામાં આવ્યું છે.
પ્રથમ કેશ નોંધાહોય તેવા કેરળમાં પોણા બસ્સો કેશ છે પરંતુ ત્યાં અત્યાર સુધી માત્ર 1 વ્યક્તિ મૃત્યુ થયું છે. સૌથી વધારે દર્દીઓ હોય તેવા 5 રાજ્યોમાં કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગણા અને ઉત્તર પ્રદેશમાં દર્દીઓની રિકવરી થઇ રહી છે. ઉત્તર પ્રદેશમાં 61 દર્દીઓમાં 11 સાજા થઇ ગયા છે. મહારાષ્ટમાં 25 અને કેરળમાં 12 દર્દીઓ સારા થઇ ગયા છે. પરંતુ, ગુજરાતમાં એક પણ દર્દી સંપૂર્ણ સારો થયેલો જોવા મળ્યો નથી.

આ સ્થિતિમાં લોકોએ વધારે જાગૃત થવાની જરુર છે અને સોસાયટીમાં, બહાર કારણ વગર જવાનું ટાળવું જોઈએ, અને શાકભાજી અને કરિયાણાની દુકાનોમાં ટોળામાં ન જવું જોઈએ.
