કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે દેશભરમાં ચાલતું લૉકડાઉનના માત્ર ત્રણ દિવસ જ બાકી છે. લોકડાઉન પછી કેવા પ્રકારની છૂટ મળે છે તેના માટે ગૃહ મંત્રાલય તરફથી ટૂંક સમયમાં ગાઇડલાઇન જાહેર કરવામાં આવશે. પરંતુ, મહત્વની વાત છે કે આ લોકડાઉનના કારણે દેશને શું ફાયદો થયો ?

ચેન્નઈમાં મૈથમેટિકલ સાયન્સના ડેટા સાયન્ટિસ્ટએ જણાવ્યું કે, લૉકડાઉનથી દેશને ઘણો ફાયદો મળ્યો છે. કોરોના વાયરસના સંક્રમણની ઝડપમાં મોટો પાયે ઘટાડો નોંધાયો છે. ગુરુવાર સુધી ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 33 હજારને પાર કરી ગઈ છે અને અત્યાર સુધી એક હજારથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. જ્યારે 8 હજારથી વધુ લોકો સાજા થઈને ઘરે પરત ફરી ચૂક્યા છે.
આ પણ વાંચો : શહેરમાં પાન-માવો ન મળતા વ્યવસનીઓની હાલત કફોડી, યુવકે કરી દીધો ગલ્લા માલિક પર હુમલો

સંક્રમણ ફેલાવાની ગતિમાં ઘટાડો
દેશભરમાં કોરોના દર્દીઓની સંખ્યા હવે દર 15 દિવસે બે ગણી થઈ રહી છે. જે લૉકડાઉન પહેલા 3.4 દિવસ હતી. જ્યારે 27 એપ્રિલ સુધી તે ઝડપ 10.77 દિવસની હતી. કોરોના સંક્રમણની ઝડપ સૌથી વધુ દિલ્હી, ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ઓડિશામાં છે. અહીં 11-15 દિવસમાં દર્દીઓની સંખ્યા બમણી થઈ રહી છે. જ્યારે તેલંગાણામાં દર્દીઓ ડબલ થવાની ઝડપ સૌથી ઓછી 58 દિવસ છે. ત્યારબાદ કેરળ (37.5 દિવસ), ઉત્તરાખંડ (30.3 દિવસ) અને હરિયાણા (24.4 દિવસ) નો નંબર આવે છે.
