ભારતમાં લોકડાઉન 4.0 જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉનમાં નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે અને તેની અંતર્ગત ઘણી છૂટછાટ આપવામાં આવી છે. કોરોનાના કારણે અર્થવ્યવસ્થાની ગાડીને પાટા પર લાવવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ દિવસોમાં ઓનલાઈન આર્થિક વહીવટમાં વધારાની સાથે બેંકિંગને લગતા ડેટાની ચોરીની શક્યતામાં વધારો થવાની શક્યતા છે. સરકારી એજન્સી સીઈઆરટી-ઈએ દેશના અસંખ્ય યુઝર્સને મોબાઈલ બેંકિંગ વાયરસનો ખતરો હોવાની ચેતવણી આપીને સાવધાન રહેવાની સલાહ આપી છે.

ખતરાની આપી ચેતવણી
સરકારી એજન્સીના કહેવા અનુસાર આ નવો બેંકિંગ માલવેર માઈક્રોસોફ્ર વર્ડ, એડોબી ફ્લેશ અને થર્ડ પાર્ટી એપ્સના માધ્યમથી મોબાઈલમાં પ્રવેશી શકે છે. આ વાયરસે 200 થી વધારે બેંકિંગ એપ્સને નિશાન બનાવી છે. હવે, આર્થિક ગતિવિધિઓના કારણે આ વ્યરસ વાયરસ બેંકિંગની સંવેદનશીલ માહિતીને ચોરી કરીને મોટું નુકશાન કરાવી શકે છે. આ વાયરસે અમેરિકા-યુરોપમાં અસંખ્ય યુઝર્સનો ડેટા ચોર્યો છે. મની ટ્રાન્સફર એપ્સ અને બેંકિંગ એપ્સ આ માલવેરના ખાસ નિશાન પર છે. આ માલવેર મોબાઈલમાં જઈને અંગત માહિતીને એકસેસ કરી શકે છે.
આ પણ વાંચો : કોરોના ને રોકવા માટે છાંટવામાં આવતી જંતુનાશક દવા સ્વાસ્થ્ય માટે કેટલી હાનિકારક ? WHOએ કરી સ્પષ્ટતા
માટે, એજન્સીએ ચેતવણી આપતા કહ્યું છે કે, કોઈ પણ થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ ન કરો. કોઈ ડાઉનલોડ કરતા પહેલા ટાણું રેટિંગ અવશ્ય ચેક કરો.
