કોરોનાનું સંક્રમણ ઘટાડવા જાહેર કરવામાં આવેલા લોકડાઉનમાં દરેક પ્રકારના નોકરી ધંધા બંધ હોવાના કારણે લોકોના ખીસા પર ભારે અસર થઇ છે. લોકોની આવકમાં મોટો ઘટાડો પણ રોજિંદા ખર્ચના ઘટાડો ન થવાથી સમસ્યાનું સર્જન થયું છે. આ સમસ્યાને પહોંચી પહોંચી વળવા આ 5 ટિપ્સ તમને કામ લાગશે.

ઇમરજન્સી ફંડ
આ લોકડાઉનમાં દરેક પ્રકારના આવકના સ્ત્રોત બંધ હોવાના કારણે કોઈ આવશ્યક પરિસ્થિતિમાં પૈસાની જરૂર પડે તો ઇમરજન્સી ફંડ તમને ઉપયોગી થઈ શકે છે. તે માટે, ઓછામાં ઓછા છ મહિનાનું ઇમરજન્સી ફંડ બનાવો. જેના દ્વાર આવનારી કોઈ પણ કટોકટીનો સામનો કરી શકાશે.

ઋણ લેવાનું ટાળો
હાલનીપરિસ્થિતિ અનુસાર, ગમે એટલી જરૂર કેમ ન હોય પરંતુ ઋણ લેવાનું ટાળો, કારણ કે, ઋણ લેવાઈ જશે પણ તેને ઉતારવાનું બોજ હંમેશા રહે છે. હાલની પરિસ્થિતિને જોતા આવક વધે એવા સ્થિતિસંજોગો નથી એટલે ઋણની ભરપાઈ કરવામાં મુશ્કેલી પડી શકે છે. જો તમે અગાઉથી કોઈ ઋણ ધરાવતા હોય, તો એની નિયમિત ચુકવણી કરવાનું જાળવી રાખો.

કુશળતામાં કરો વધારો
આ લોકડાઉનમાં કામ કરતા કરતા કુશળતા વધારવાની રીતો શોધો. અત્યારે ઇન્ટરનેટ પર ઘણા ઓનલાઇન કોર્સ ચાલુ છે. પોતાના સીવી સાથે પૂરક બને તેવા કોઈ કોર્સ કરી શકાય.
આ પણ વાંચો : રેલવેની યાત્રીઓને અપીલ, આ લોકો ટ્રેનમાં સફર કરવાથી બચે
બિનજરૂરી ખર્ચ પર મુકો કાપ
હાલની પરિસ્થિતિ અનુસાર તમારા ફાલતુ ખર્ચાઓ પર શક્ય હોય એટલું નિયંત્રણ કરો. ઘર ખર્ચ માટે એક બજેટ બનાવો. તે ઉપરાંત, નોકરી ઉપરાંત વૈકલ્પિક આવકના સાધનો શોધો.

સમજી વિચારીને કરો રોકાણ
હાલમાં રોકાણ કરવામાં ખુબજ કાળજી રાખવાની જરૂર છે. હાલ બજારમાં મોટા પ્રમાણમાં ઉત્તર ચડાવ આવી રહ્યા છે. આ સ્થિતિ સંજોગોમાં રોકાણ ન કરો. તે ઉપરાંત, એજન્ટો તરફથી લલચામણી ઓફરોથી સાવધાન રહો.
