કોરોના વાયરસ સામે લડવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પોતાના તમામ પ્રયત્નો કરી રહ્યા છે. સરકારે જાહેર કરેલા લોકડાઉનમાં મેડિકલ સેવાઓને લગતી ફેક્ટરીઓને છૂટ આપી છે પરંતુ, લોકડાઉન હોવાના કારણે તમામ કારીગરો કામ પર ન આવી શકવાના કારણે માસ્ક અને ગ્લોઝ જેવી ખાસ જરૂરની વસ્તુઓનો ઉણપ સર્જાવાની શક્યતાઓ છે. એક અંદાજ અનુસાર, શહેરમાં 7 થી 10 દિવસ ચાલે એટલી સર્જિકલ સાધનો સહિતની વસ્તુઓ સ્ટોકમાં છે.
આ પણ વાંચો : શું 5 દિવસ પછી BS-4 એન્જીન ધરાવતી કાર અને બાઈકનું વેચાણ બંધ થઇ જશે ?

સરકારી તંત્ર આ બાબતે અજાણ અથવા નિન્દ્રામાં જણાય છે. જો આ વસ્તુઓની ઉણપ સર્જાઇતો તેની પણ કાળાબજાર શરુ થઇ જશે. જો તેના પર જલ્દી કોઈ કદમ લેવામાં નહિ આવે તો પરિસ્થિતિ બગડી જવાની સંભાવના છે. તે ઉપરાંત શહેરના એક સર્જીકલ મેન્યુફેકચરરે જણાવ્યું છે કે, અમે માસ્ક, એક્ઝામિનેશન ગ્લોવ્ઝ, બેડશીટ, સર્જિકલ ડિસ્પોઝેબલ પ્રોડક્ટ, હેન્ડ સેનિટાઈઝશનની બોટલ, ટ્રાન્સફ્યૂઝન-ઇન્ફ્યૂઝન સેટસ સહિતની વસ્તુઓનું મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા છીએ. આ વસ્તુઓમાં એક્ઝામિનેશન ગ્લોવ્ઝને બહારથી મંગાવામાં આવે છે. ફેક્ટરીઓમાં લોકડાઉનના કારણે કારીગરો કામ પર ન આવી શકવાના કારણે પ્રોડક્શનને હંગામી ધોરણે અટકાવામાં આવ્યું છે.

સુરતમાં સર્જીકલ વસ્તુઓનો જથ્થો અઠવાડિયું ચાલે એટલો જ છે. આ વાયરસના ખતરાને જોતા રાજ્ય સરકાર દ્વારા કોઈ ઠોસ કદમ ઉઠાવવા પડશે નહી તો તે દિવસ દૂર નથી જયારે આ વસ્તુઓની પણ કાળાબજારી શરુ થઇ જશે. અત્યારના સમયે સર્જીકલ વસ્તુઓનું ઉત્પાદન મોટા ભાગે અમદાવાદ ખાતે થી કરવામાં આવી રહ્યું છે
