મોદીએ આગામી લોકડાઉનના નિયમોને વધારે કડક કર્યા છે. તે ઉપરાંત જે વિસ્તારમાં કોરોના વાયરસ નિયંત્રણમાં હશે ત્યાં 20 એપ્રિલ પછી છૂટ આપવામાં આવશે, પરંતુ, તે માટે પણ શરતોનું પાલન કરવું પડશે. સરકાર દ્વારા આ અંગે મંગળવારે જરૂરી માર્ગદર્શિકા જારી કરશે.

20 એપ્રિલ પછી છૂટ મેળવવા માટેની શરત
PM મોદીએ 3 મે સુધી દેશમાં લોકડાઉન લંબાવાની જાહેરાત કરી દીધી છે, પરંતુ તે સાથે તેમણે કહ્યું હતું કે, કેટલાક ક્ષેત્રોમાં 20 એપ્રિલથી હળવી છૂટ આપવામાં આવશે. તે માટે કેટલીક શરતો પણ રાખી છે. તેમણે કહ્યું કે, ’20 એપ્રિલ સુધીમાં દરેક જિલ્લા, શહેર અને રાજ્યની નજીકથી તપાસ કરવામાં આવશે. ત્યાં કેટલું લોકડાઉનનું પાલન કરવામાં આવ્યું છે, અને પોતાને કોરોનાથી પોતાને કેટલા બચાવ્યા છે. તેનું મૂલ્યાંકન કરવામાં આવશે. ‘
આ પણ વાંચો : લોહીની મદદથી થઈ રહી છે કોરોના દર્દીઓની સારવાર, કેવી રીતે કામ કરે છે આ ટેકનીક ?

20 એપ્રિલ પછી આ વિસ્તારમાં મળશે છૂટ
જે વિસ્તાર આ તપાસમાં સફળ થશે, જેઓ કોરોના હોટસ્પોટને વધવા નહિ દે અને જ્યાં હોટસ્પોટ બનવાની સંભાવના ઓછી છે, ત્યાં 20 એપ્રિલથી કેટલીક આવશ્યક પ્રવૃત્તિઓમાં માટે મંજૂરી અને છૂટછાટ મળશે.
આ કારણે છૂટ પરત લઇ શકે છે
જે વિસ્તારમાં છૂટ મળી હોય ત્યાં કોરોના વાયરસના કેસ મળશે તો આ છૂટછાટ પરત લેવામાં આવશે. તેમણે કહ્યું કે, 20 એપ્રિલથી છૂટછાટ હેઠળ આવતા વિસ્તારના લોકોએ ખાસ તકેદારી રાખવી પડશે અને અને અન્ય લોકો પણ લોકડાઉનના નિયમોનું પાલન કરે તેનું ધ્યાન રાખવું પડશે.

શા માટે લેવામાં આવ્યો આવો નિર્ણય
મોદીના કહ્યા પ્રમાણે, આ લોકડાઉનમાં ગરીબોને પડી રહી મુશ્કેલી ધ્યાનમાં રાખીને આ જોગવાઈ કરવામાં આવ્યો છે. આ નવા દિશાનિર્દેશોથી તેમના જીવનમાં આવનારી મુશ્કેલીઓમાં ઘટાડો થશે.
