કોરોના વાયરસના કારણે અર્થતંત્રને ખુબજ નુકશાન થયું છે. આ સ્થિતિમાં, રેટિંગ એજન્સીઓ વિશ્વ સહિત ભારતનો GDP ના વૃદ્ધિદરનો અંદાજ ઘટાડી રહી છે. મૂડીઝે 2020 ના વર્ષ માટે ભારતનો GDP નું અનુમાન 5.3 ટકાથી ઘટાડીને માત્ર 2.5 ટકા કર્યું છે.

વૈશ્વિક ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસ દ્વારા અગાઉ ભારતનો GDP માં 5.3 ટકાના વૃદ્ધિદરનો અંદાજ મૂક્યો હતો. કોરોના વાયરસ સંકટ અંગે મૂડીઝ કહે છે કે, આનાથી વૈશ્વિક અર્થવ્યવસ્થાને મોટો ઝટકો મળશે. વર્ષ 2019 માટે દેશની GDP વૃદ્ધિદર 5 ટકાની આસપાસ હોઈ શકે છે.
આ પણ વાંચો : કોરોના વાયરસના કારણે WHO અને RBI એ કેશ ચુકવણી અંગે આપી મહત્વપર્ણ સલાહ
મૂડિઝે શું કહ્યું ?
મૂડીઝે તેના ‘ગ્લોબલ મેક્રો આઉટલુક 2020-21’ માં કહ્યું હતું કે, અંદાજીત વૃદ્ધિ દર અનુસાર, ભારતમાં 2020 માં કમાણીમાં તીવ્ર ઘટાડો જોવાઈ શકે છે. જેના કારણે 2021 માં ઘરેલું માંગ અને આર્થિક સ્થિતિના સુધારણા દરને પહેલા કરતા વધુ અસર થઈ શકે છે.

એજન્સીએ કહ્યું છે કે, “ભારતમાં બેંકો અને નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓમાં રોકડ ભંડોળની તીવ્ર અછતના કારણે લોન મેળવવામાં પહેલેથી જ મોટો અવરોધ છે.”
SBI ઇકોરૈપ પણ અંદાજ ઘટાડ્યા હતા
આ અગાઉ ગુરુવારે એસબીઆઈ રિસર્ચના રિપોર્ટ ઇકોરૈપ મુજબ, જીડીપીનો વૃદ્ધિ દર 2019-20માં 5 ટકાથી ઘટીને 4.5 ટકા થઈ શકે છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આનું કારણ ચાલુ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં 2.5 ટકા જીડીપી વૃદ્ધિદર રહેવાનું અનુમાન છે.

