હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કેર વ્યાપી રહ્યો છે. જોકે ગુજરાત માટે રાહતની વાત એ છેકે હજી એકપણ કેસ પોઝિટીવ નોંધાયો નથી પરંતુ આપણે સતર્ક રહેવાની જરૂર છે. જો કે એક વાત સાફ છે કે હાલમાં આપણે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવી જોઇએ. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે બીમારીઓમાંથી પસાર થવું પડે છે.
તે માટે કોઈ પણ સ્થિતિમાં સંતુલિત આહાર લેવાની ખૂબ જરૂર છે. જેના દ્વારા આપણે રોગપ્રતિકારક શક્તિ વધારે મજબૂત બને છે. આ માટે કેટલાંક સાદા અને દૈનિક આહારમાં લઈ શકાય તેવા આહારની માહિતી આપી રહ્યા છે.

સૌ પ્રથમ તો પાણી એક એવી વસ્તુ છે જે શરીરની ગંદકીને બહાર નીકાળી ફેંકે છે. શરીરમાં જામી ગયેલા અનેક પ્રકાકના ઝેરી તત્વને બહાર નીકાળે છે. જેટલુ બની શકે એટલું સાદુ કે હુંફાળું પાણી પીવું જોઇએ અને ઠંડા પાણીના સેવનથી દૂર રહેવું જોઇએ.
આ પણ વાંચો : કોરોના વાયરસથી શાકભાજીના ભાવમાં થયો ઘટાડો, ગૃહિણીઓમાં રાહતનો શ્વાસ
ફણગાવેલા અનાજ અને કઠોળ પોષણથી ભરપૂર હોય છે. જે રોગ-પ્રતિકારક શક્તિને યોગ્ય બનાવી રાખવામાં મદદગાર છે અને સાથે જે તેને પચાવવા માટે પણ સહેલું હોય છે.

કોઈ પણ સમયે સલાડનું સેવન કરવું તો યોગ્ય માનવામાં આવે છે. અલગ- અલગ પ્રકારના શાકભાજીના પ્રયોગથી તે પૂર્ણ રીતે પૌષ્ટિક બની જાય છે. તમે ગાજર, કાકડી, ટામેટું,બીટનો પણ ઉપયોગ કરી શકો છો.
તુલસી એન્ટિબાયોટિકનું કામ કરે છે. ચામાં તુલસીના પાન નાંખીને પીવાથી કે તેને સાદા પાણીમાં ઉકાળીને પીવાથી રોગપ્રતિકારક શક્તિનો વિકાસ થાય છે.

આપણે ત્યાં તમામ ઋતુમાં ડ્રાયફ્રૂટ્સનું સેવન કરવાની પણ સલાહ આપવામાં આવે છે. જેને આખી રાત પલાળી રાખો અને સવારે ઉઠીને ખાવ. આમ કરવાથી શરીરને શક્તિ મળે છે.

રસદાર ફળ જેવા સંતરા સહિતના ફળમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તેના સેવનથી શરીરની જંતુઓથી લડવાની ક્ષમતા વધી જાય છે. ફળ ખાતી વખતે તેમા મીઠું, ખાંડ કે ચાટ મસાલો મિક્સ કરવો વધારે યોગ્ય રહેશે.
