કોરોનાના કારણે ચાલતા લોકડાઉનના ચોથા ચરણમાં સરકારે છૂટછાટ આપવાની શરૂઆત કરી દીધી છે. જેમાં, બેંક અને અન્ય જરૂરી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. બેંકમાં પૈસા જમા કરાવવા માટે અને પૈસા કાઢવા માટે બેંકમાં વધારે લાઈન જોવા મળી રહી છે. બેંકમાં વધુ પ્રમાણમાં લોકો જમા ન થાય અને સંક્રમણ ઓછું ફેલાય તે માટે આગામી ટૂંક સમયમાં ATM માં મોટા ફેરફારો કરવામાં આવશે. જેના કારણે બેંકોમાં પૈસા જમા કરાવવાની લાઇનથી છૂટકારો મેળવી શકો છો.

આ અંતર્ગત, કંપનીઓએ દેશભરમાં 95 ટકા નવા ATM મશીનો લગાવવાનું શરૂ કર્યું છે. આ મશીન દ્વારા રોકડ ઉપાડી અને જમા કરાવી શકો છો. આ મશીનના કારણે બેંકની બહાર જોવા મળતી લાઈનમાં ઘટાડો થશે. દેશમાં આશરે 2,40,000 ATM છે, જેમાંથી 35,000 ATMમાં તમે પૈસા જમા કરાવી શકો છો અને પૈસા ઉપાડી પણ શકાય છે. આ ATM વર્ચુઅલ બેંકનું કાર્ય કરશે.
આ પણ વાંચો : Aarogya Setu એપમાં ખામી શોધવા પર મળશે ઇનામ
આ થશે ફાયદો
હાલમાં, રોકડ જમા કરાવવા બેંકની સામે લોકોની લાંબી લાઇન જોવા મળી રહી છે. લોકો આ ATM થી પૈસા જમા અને કાઢી સકતા હોવાથી બેંકમાં જનારા લોકોની સંખ્યા ઘટશે. તે ઉપરાંત, બેંક શાખાઓ પર કામનો ભાર પણ ઓછો થશે.
