લાકડાઉન પછી પણ કોરોનાના કેસમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાની દવા શોધવા માટે પણ દિવસ રાત મહેનત કરવામાં આવી રહી છે પરંતુ, અત્યાર સુધી દવા શોધવામાં સફળતા મળી નથી. માટે, લોકો કોરોનાથી સુરક્ષા મેળવવા માટે આયુર્વેદ તરફ વળ્યાં છે. હાલના ગરમીના મોસમમાં પણ લોકો ઉકાળો અને ઔષધીજનક દવાઓનું સેવન કરતા નજરે પડે છે. સુરતની વાત કરીએ તો હાલ દરરોજ 400 લિટરથી પણ વધારે ઉકાળો અને સમશમવટી ટેબલેટ્સનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય દ્વારા માર્ગદર્શિકા અને જાગૃતતાના કારણે આયુર્વેદિક ઉકાળાના સેવનમાં વૃદ્ધિ થઇ છે. શહેરમાં આયુર્વેદિક ઉકાળો અને સમશમવટી ટેબલેટ્સનું વિતરણ શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા જાણવામાં આવ્યું છે કે, લોકડાઉનના પ્રથમ તબ્બકામાં વધારેમાં વધારે 30 થી 40 લીટર ઉકાળાનું વિતરણ કરવામાં આવતું હતું જેનું પ્રમાણ હાલમાં વધીને 350 થી 400 લીટર પર પહોંચી ગયું છે. ઉકાળા ઉપરાંત 7 દિવસના કોર્ષ માટે સમશમવટી ટેબલેટ્સ પણ આપવામાં આવે છે.
આ પણ વાંચો : આ દેશને ભારત પાસે મદદની આશા, કોરોના સામે લડવા ડોક્ટર અને નર્સની કરી માંગ

શહેરમાં વરાછા, પાલ, રાંદેર, અડાજણ, સિટીલાઇટ સહિતના વિસ્તારમાં ઉકાળાનું વિતરણ શરુ કરી દેવામાં આવ્યું છે. તે ઉપરાંત સુરત મહાનગર પાલિકા દ્વારા પણ લોકોને આયુર્વેદિક ઉકાળાનું સેવન કરવા અપીલ કરવામાં આવી રહી છે. સુરત શહેરની એકમાત્ર કોલેજ કે જ્યાં બનેલા ઉકાળાથી 70 હજાર લોકોએ સેવન કર્યું છે.
