કોરોના વાયરસના કારણે મોદીએ 22 માર્ચે જનતાને અપીલ કરી છે કે, રવિવારના રોજ કર્ફ્યુનું પાલન કરવાની અપીલ કરી છે. લોકો વચ્ચે એક સલામત અંતર બનાવવા આ પગલું લેવામાં આવ્યું છે. જેથી, કોરોના વાયરસને ફેલાતા રોકી શકાય. આ દિવસે દરેક લોકોએ પોતાના ઘરે રહેવાનું છે. પરંતુ આ અંગે લોકોના મનમાં કેટલાક સવાલો પણ છે કે, જનતાએ કર્ફ્યુના દિવસે કેવી રીતે અનુસરવું.

1- ઘરે રહો, બહાર ન નીકળો
સૌથી અગત્યની બાબત એ છે કે, તમે તમારા ઘરે જ રહો અને બહાર ન જાવ. તમારી સોસાયટીમાં ન ફરવું અને પાર્કમાં પણ ન જવું. મોદી સરકારે જનતા કર્ફ્યુ માટે વિનંતી કરી છે જેથી, લોકો એક બીજાને ન મળે. આ જનતા કર્ફ્યુ સવારે 7 થી રાત્રે 9 વાગ્યા સુધી ચાલશે.
આ પણ વાંચો : જનતા કર્ફ્યુ : રાજ્યમાં 22 માર્ચે બધી જાહેર પરિવહન સેવાઓ બંધ

2- ક્યારે બહાર નીકળી શકો
ઘરેથી બહાર નીકળવાનો પ્રયત્ન ન કરો, પરંતુ, જો કોઈ મેડિકલ કટોકટી આવે ત્યારે તમે બહાર જઈ શકો છો. હોસ્પિટલમાં જતા લોકોને રોકવામાં આવશે નહીં. તે ઉપરાંત, તમે તમારી નજીકની કરિયાણાની દુકાન પર જઈ શકો છો.
3- કોણ ઘરેથી નીકળી શકે છે
પોલીસ કર્મચારીઓ, મીડિયાના લોકો, ડોકટરો અને સફાઈ કર્મચારીઓ ઘરની બહાર નીકળી શકે છે, કારણ કે તેમનું કાર્ય ખૂબ મહત્વનું છે. PM મોદીએ પોતે કહ્યું છે કે, આ લોકોએ નીકળવું ખુબ જરૂરી છે, કારણ કે, તેમના પર મોટી જવાબદારી છે.

4- સાંજે 5 વાગ્યે તાળીઓ, થાળી કે ઘંટડી વગાળવી
PM મોદીએ તમામ દેશવાસીઓને ખાસ વિનંતી કરી છે કે, તેઓ સાંજે 5 વાગ્યે બારી અને દરવાજા પર ઉભા રહેશે અને 5 મિનિટ સુધી ડોકટરો, પોલીસકર્મીઓ, મીડિયા કર્મચારીઓ, સફાઇ કામદારો, હોમ ડિલિવરી કરનારા લોકોનો આભાર માનશે. તે માટે, તમે તાળી પાડી, થાળી અથવા ઘંટડી વગાડી શકો છો. તેમણે રાજ્ય સરકારને વિનંતી કરી છે કે, તેઓ લોકોને સાંજે પાંચ વાગ્યે સાયરન દ્વારા લોકોને આની સૂચના આપે.
5- સૌથી મહત્વનું, હાથ ધોવાનું રાખો
ભલે આપણે આપણા ઘરમાં હોઈએ અને ક્યાંય બહાર જતા નથી, પરંતુ, દર 20 મિનિટમાં ઓછામાં ઓછા 20 સેકંડ સુધી હાથ ધોવા. જમવા પહેલા અને શૌચ પછી જરૂર હાથ ધોવા, પછી ભલે તમે થોડા સમય પહેલા હાથ ધોયા હોય.
