વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપલોડ કરેલા એક વીડિયોમાં 5 એપ્રિલના રોજ રાત્રે 9 વાગ્યે 9 મિનિટ માટે લાઈટો બંધ રાખવાનું જણાવ્યું હતું અને સમયે મોબાઇલનો ફ્લેશલાઇટ, દીવો કે મીણબત્તી પ્રગટાવવા અપીલ કરી છે. આ કાર્ય મોદીએ કોરોના વાયરસ માટે જાગૃકતા અને એકતા બતાવ માટે કરવા કહ્યું છે. પરંતુ, આ અપીલના કારણે પાવર ગ્રીડને એલર્ટ મોડમાં આવી ગયા છે. આ અંગે મહારાષ્ટ્રના ઉર્જા મંત્રી નીતિન રાઉતે કહ્યું કે, એક સાથે લાઈટ બંધ કરવાથી પાવર ગ્રિડ ફેલ થવાનું જોખમ છે. આવું થયું તો આને ઠીક કરવામાં એક સપ્તાહ જેટલો સમય લાગી શકે છે. એટલા માટે લોકો મીણબત્તી અથવા દીવો ભલે સળગાવતા પણ લાઈટ બંધ ન કરશો.

5 તરીકે 9 વાગે લોકો અચાનક ઘરનો પાવર સપ્લાય બંધ કરી દેશે તો જનરેશન પ્લાન્ટ પર લોડ અચાનક ઘટી જશે અને સિસ્ટમનો વોલ્ટેજ એકાએક વધી જશે. અને ત્યારબાદ જયારે અચાનક પોતાના ઘરની ઈલેક્ટ્રીસીટી ચાલુ કરવામાં આવશે ત્યારે સિસ્ટમનો વોલ્ટેજ અચાનક જ ઘટી જશે.
આ પણ વાંચો : કોરોના મહામારી માટે વર્લ્ડ બેંકે ભારતને આપી મહાસહાય, પાકિસ્તાનને પણ મળશે આટલા રૂપિયા…
જેના કારણે થઇ શકે છે મોટું નુકશાન
આમ ટૂંકા ગાળામાં મોટી સંખ્યામાં લોકો દ્વારા પોતાના ઘર ની ઈલેક્ટ્રીસીટી ચાલુ અને બંધ કરતા વોલ્ટેજમાં મોટો તફાવત સર્જાશે, જે તમારા ઘરના સાધનો માટે હાનિકારક હોઈ શકે છે. જેથી બીજા બધા સાધનો ચાલુ રાખી ફક્ત પ્રકાશ ફેલાવનાર સાધનો જેવા કે બલ્બ અને ટ્યુબ્લાઇટ જેવા સાધનો જ બંધ કરવા જેથી વોલ્ટેજમાં મોટો તફાવત ન સર્જાય. નહિ તો તેના કારણે કોઈ સંકટ સર્જાયું તો લાંબા સમય સુધી વીજળી વગર રહેવાની નોબત આવી શકે છે.
