કોરોના વાઇરસના સંક્રમણથી સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાં કોરોના સામે લડી શકાય તે હેતુથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશવાસીઓને સહાયરૂપ થવાની અપીલ કરવામાં આવી છે. કોરોના સામેની લડાઈમાં દેશવાસીઓ ‘પી.એમ. નેશનલ રિલીફ ફંડ’માં સ્વેચ્છાએ આર્થિક યોગદાન આપે તેવો પ્રધાનમંત્રીશ્રીએ અનુરોધ કર્યો છે.

જે માટે બચત ખાતા નં. 05860100004336 માં નાણાકીય સહાય જમા કરાવી શકાય છે.
આ પણ વાંચો : લોકડાઉનમાં લટાર મારવા નીકળવું પડશે ભારે, સારી કારકિર્દી અને પાસપોર્ટ બનાવામાં આવશે તકલીફ
બેંકનો IFSCકોડ BARB0PARLIA છે. IFSCમાં પાંચમો અંક શૂન્ય છે. બેન્કનું સરનામું: બેંક ઓફ બરોડા, 16, સંસદ માર્ગ,નવી દિલ્હી છે. આ ખાતામાં રૂ.01 થી લઈને યથાશક્તિ સહાય જમા કરાવી શકાય છે. કોરોના સામે મક્કમતાથી લડવા માટે દેશવાસીઓને આગળ આવી આર્થિક સહાય કરવાનો તેમજ સેવાકીય કાર્યમાં યોગદાન આપવાનો આ સુવર્ણ અવસર છે.
