લોકડાઉન આગામી 17 તરીકે પૂર્ણ થવા જઈ રહ્યું છે અને લોકોના મનમાં ઘણા સવાલ છે આગામી પ્લાન વિશે. ત્યારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. આ માહિતી વડાપ્રધાન કાર્યાલયના ટ્વિટર હેન્ડલ પર આપવામાં આવી છે. દેશમાં કોરોના વાયરસના કારણે લાગુ લૉકડાઉનની વચ્ચે આ પીએમ મોદીનું ચોથું રાષ્ટ્રના નામે સંબોધન હશે. માનવામાં આવી રહ્યું છે કે, કોરોનાને લઈને આગામી નિર્ણયની જાણકારી વડાપ્રધાન મોદી આ સંબોધનમાં આપી શકે છે.
આ પણ વાંચો : PM મોદી અને દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે યોજાયેલી બેઠકની 10 મહત્વની વાતો
આ અગાઉ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોમવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે લગભગ 6 કલાકની મેરથોન બેઠક યોજાઈ હતી. આ દરમિયાન પીએમ મોદીએ સંકેત આપ્યા કે લૉકડાઉનને સમગ્રપણે નહીં હટાવવામાં આવે પરંતુ પ્રતિબંધોમાં ધીમે-ધીમે છૂટ આપવામાં આવશે. અને લોકડાઉનના કારણે ધીરે પડેલી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા યોગ્ય આયોજન કરવાનું જણાવ્યું હતું.
