ભારતીય રેલવે આજથી કેટલીક વિશેષ ટ્રેનો ચલાવવા જઈ રહી છે. આ સ્પેશિયલ ટ્રેનો માટે ઓનલાઇન ટિકિટ બુકિંગ સોમવારથી શરુ કરી દેવામાં આવ્યું છે. જેમાં, લગભગ 54,000થી વધુ ઓનલાઇન ટિકિટ બુક થઈ ચૂક્યા છે. કોરોનાના સંક્રમણથી બચવા માટે ટિકિટનું વેચાણ ઓનલાઇન કરવામાં આવ્યું છે.

પરંતુ, રેલવે વિશેષ શ્રેણીના યાત્રીઓ માટે રિઝર્વેશન કાઉન્ટર ખોલશે. આ એવા યાત્રી માટે છે જેઓ પોતાની ટિકિટ, પાસ/કૂપન/વારંટ ના માધ્યમથી મેળવે છે અને ટિકિટ કાઉન્ટરો પર કોઈ પણ પ્રકારે મૂડીનું લેણદેણ થતું નથી. આ કેશલેસ રિઝર્વડ ટિકિટ હોય છે. માટે આ યાત્રીઓ ઓનલાઇન ટિકિટ મેળવી સકતા નથી. જેથી રિઝર્વેશન કાઉન્ટર ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાઉન્ટર માત્ર એવા સ્ટેશનો પર ખુલશે જ્યાંથી ઉપડશે અને રોકાશે. અને આ કાઉન્ટરો પર સામાન્ય મુસાફરો માટે કોઈ પણ પ્રકારે ટિકિટ ઇશ્યૂ કરવામાં નહીં આવે.
આ પણ વાંચો : 50 દિવસ પછી શરુ થશે ટ્રેન, જાણો, બુકીંગથી લઈને દરેક પ્રશ્નના જવાબ
આ યાત્રીઓ કાઉન્ટર પરથી મેળવી શકે છે ટિકિટ
- એચઓઆર ધારક
- વર્તમાન અને ભૂતપૂર્વ માનનીય સાંસદ/ધારાસભ્ય/વિધાન પરિષદ
- સંપૂર્ણ રિમીબર્સેબલ, યોગ્ય વોરન્ટ/વાઉચર જેના માટે ભાડું પહેલાથી જમા કરાવવામાં આવે છે.
- સુવિધા પાસ, કાર્ડ અથવા ડ્યુટી પાસ ધારક રેલકર્મી.
