હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ફેલાઈ ગયો છે. ઘણા લોકો જરૂરિયાતમંદને મદદ કરવાનું પવિત્ર કાર્ય કરી રહ્યા છે. કહેવામા આવે છે ને – “કર્મ એ જ સાચો ધર્મે છે”. ચંદ્રીકાબેન જાદવ જેઓ શરીરે દિવ્યાંગ હોવા છતાં પણ તેમના કર્તવ્યનિષ્ઠામાં કોઈ બાધા નડતી નથી. તેઓ ઠેબચડાથી રોજના 13 કિલોમીટરની સફર કરીને પોતાની ફરજ બજાવવા જાય છે.

રાજકોટ શહેરમાં કોરોનાનું હોટસ્પોટ બનેલું જંગલેશ્વર વિસ્તારના આરોગ્ય કેન્દ્રમાં તેઓ નર્સ તરીકે કામગીરી કરે છે. રાજકોટના કોરોના હોટસ્પોટ વિસ્તાર એવા જંગલેશ્વરના આરોગ્ય કેન્દ્રમાં ૨૧ સ્ટાફ મેમ્બર્સમાં 19 મહિલાઓ કર્મીઓ પોતાના જીવને જોખમમાં મૂકી કોરોનાથી લોકોને બચાવવા કામગીરી કરી રહ્યા છે. આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે 30 વર્ષથી ફરજ બજાવતા જ્યોતિબેન જાદવે પોતાના અનુભવોને રજુ કરતાં જણાવ્યું હતું કે, “ હું મારા 82 વર્ષીય માતાને પાડોશીની દેખરેખ હેઠળ મુકીને ફરજ બજાવવા આવું છું. કોરોના ગ્રસ્ત વિસ્તારમાં કામ કરતી હોવાથી મારા એપાર્ટમેન્ટના લોકો મને શંકાની દષ્ટિએ જુએ છે. પરંતુ હું નિરાશ થયા વિના હું આ મારા કર્તવ્યને પ્રાઘાન્ય આપું છું.

ચંદ્રિકાબેન જેવુ જ કાર્ય કાર્ય કરતાં 56 વર્ષીય આશાબહેન જુબેદાબેન દલવાણી કહ્યું હતું કે, હું નાના મૌવા સર્કલ પાસેથી આવું છું. લોકડાઉનના કારણે સવારમાં વાહન ન મળવાથી હું પગપાળા ચાલીને જંગલેશ્વરના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવવા આવું છું. મને મારા એરિયામાં ફરજ સોંપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ મારી કર્મભુમિને અત્યારે મારી જરૂરીયાત છે. અહીંના લોકો મારી સાથે સહાનુભૂતિથી જોડાયેલ છે માટે હું અહી સેવા કરવા માટે આવું છું.
આ પણ વાંચો :રેપિડ કિટની ખામીના કારણે સરકારે લગાવ્યો પ્રતિબંધ, ચીને આ પ્રમાણે જવાબ આપી કર્યો સ્વ-બચાવ

વિપત્તી ગ્રસ્ત પરિસ્થિતિમાં પણ રાજકોટની વિરાંગનાઓ મહિલા શક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બની છે. જે રાજકોટ શહેર માટે ગર્વની વાત છે. જંગલેશ્વરનું નામ સાંભળતાની સાથે જ ચહેરા પર ડરના ભાવો આવી જતા હોય છે તે વિસ્તારમાં જઈને લોકોની ઉદ્દાત ભાવે સેવા કરે છે. લોકોને સામાન્ય તાવ હોય, આરોગ્ય સર્વેની કામગીરી હોય, સેમ્પલ ટેસ્ટીગ હોય કે પછી લોકોને સિવિલ હોસ્પિટલમાં આગળ તપાસ કરવા માટેના સુચનો હોય આવા દરેક મોરચે બહેનો કોરોનાની લડાઈમાં ભાગીદાર બની રહી છે.

આ મહિલાઓ વિશે મનપાના નાયબ આરોગ્ય અધિકારી મનિષ ચુનારાએ જણાવ્યું હતું કે, મહિલાઓ વીરાંગનાઓની જેમ પોતાની ફરજ બજાવી રહી છે. રોજના બાર-બાર કલાક કરી રહી છે. કોઈ પણ કાર્ય સોંપવામાં આવે કોઈ પણ પ્રકારના બહાના વગર હમેશા કાર્ય કરવા તૈયાર હોય છે. આ પ્રકારે સેવા કરીને તેમણે દેશ સેવાના અવસરને ચરિતાર્થ કર્યો છે. આરોગ્ય કેન્દ્રમાં મેડીકલ ઓફિસર શાહીનબેન ખોખરની આગેવાનીમાં લેબ ટેકનિશિયન મેઘાબેન ધામેલીયા, નર્સીંગ સ્ટાફ સર્વ રિઝવાનાબેન માથકીયા, રસીદાબેન પતાણી, શિતલબેન ભોગારા, નયનાબેન મકવાણા, રોશનીબેન પિત્રોડા સહિતનો સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે.
