ભારતમાં લોકડાઉન દરમિયાન લોકોના મનોરંજન માટે રામાનંદ સાગરની રામાયણને દૂરદર્શન પર રી-ટેલિકાસ્ટ કરવામાં આવી છે. રામાયણ શરુ થઇ ત્યારથી સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહે છે. તે ઉપરાંત રામાયણના એક્ટર્સ વિષે પણ ઇન્ટરનેટમાં મોટા પ્રમાણમાં સર્ચ કરી તેમના જીવન સાથે જોડાયેલી માહિતી મેળવે છે.

તે વચ્ચે, ડીડી ઇન્ડિયાના અધિકૃત ટ્વિટર હેન્ડલ અનુસાર 16 એપ્રિલના રોજ પ્રસારિત રામાયણના એપિસોડને એક વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. 16 એપ્રિલે પ્રસારિત એપિસોડને 7.7 કરોડ દર્શકોએ દુનિયાભરમાં જોયો છે. ત્યારબાદ રામાયણ સૌથી વધુ વખત જોવામાં આવેલ સિરિયલ બની ગઈ છે. આ રેકોર્ડ દ્વારા લોકોએ પૌરાણિક ગ્રંથો વિશેના લગાવને બતાવ્યો છે. ઘણા લોકો જાણવા માંગે છે કે, તે દિવસના એપિસોડમાં શું બતાવ્યું હતું જેના દ્વારા એક રેકોર્ડ બની ગયો ?
આ પણ વાંચો : ગુજરાત સ્થાપના દિવસ પર કેટલીક એવી વાતો જેને ગુજરાતને અડીખમ બનાવ્યું…

16 એપ્રિલના શોને સૌથી વધુ જોવામાં આવ્યો તેમાં બતાવવામાં આવ્યું છે કે, સંજીવની બુટ્ટી ન મળતા હનુમાનજી સમગ્ર કૈલાશ પર્વત હાથમાં ઉઠાવીને આવે છે. અને લક્ષ્મણની સારવાર કરવામાં આવે છે. આ સમાચાર સાંભળીને લંકા નરેશ રાવણ ક્રોધિત થઇ જાય છે. ત્યારબાદ મેધનાથ પિતાની આજ્ઞા લઇને અજય રથ પ્રાપ્ત કરવા માટે યજ્ઞ કરવા નીકળી જાય છે. પરંતુ, વિભીષણ આ વાતની જાણકારી શ્રી રામ અને લક્ષ્મણ કરે છે. અને તે પછી લક્ષ્મણ મેધનાથના યજ્ઞમાં બાધા નાંખે છે. ત્યારબાદ મેઘનાથ અને લક્ષ્મણનું યુદ્ધ થાય છે.
