વર્તમાન સમયમાં કોરોના વાયરસ લગભગ વિશ્વભરના તમામ દેશોમાં ફેલાઈ ગયો છે. કોરોના વાયરસની ગંભીરતાને ઓળખીને તેને મહામારી જાહેર કર્યો છે અને તેના ચેપથી સંક્રમિત થતા ઓછી કરવા માટે ગાઈડલાઈન્સ જાહેર કરી છે. જેમાં લોકો વચ્ચે એક સલામત અંતર રાખવું, જાહેર સ્થાન પર કોઈ વસ્તુને અડવું નહિ અને લોકડાઉન જેવા કદમો સરકાર દ્વારા ઉઠવામાં આવી રહ્યા છે. તે વચ્ચે ફાયનાન્શિયલ એક્સપર્ટે જણાવ્યું છે કે, કોરોના વાયરસથી બચવા માટે રોકડ નાણાંની લેણ-દેણ સંભવ હોય ત્યાં સુધી બચવું જોઈએ.

WHO અને RBI એ આપી કોન્ટેક્ટલેસ ચુકવણીની સલાહ
WHO એ કોરોના વાયરસના ખતરાથી બચવા માટે કોન્ટેક્ટલેસ ચુકવણી કરવાની સલાહ આપી છે. પરંતુ, WHO એ એ વાતની પુષ્ટિ કરી નથી કે, રોકડ નાણાંની લેણદેણથી કોરોના વાયરસ ફેલાઈ શકે છે. RBI ના ગવર્નર શક્તિકાંત દાસે પણ પ્રેસ કોન્ફરેન્સમાં કોન્ટેક્ટલેસ લેણદેણની સલાહ આપી હતી.
આ પણ વાંચો : રાજ્ય સરકારની જાહેરાત, ૩.રપ કરોડ લોકોને આ રીતે મળશે લાભ

UPI, મોબાઈલ વોલેટ, નેટ બેન્કિંગ દ્વારા કરો ચુકવણી
કોરોના વાયરસ કાગળની સર્ફેશ પર ઘણા સમય સુધી જીવિત રહી શકે છે અને લેણદેણમાં એક નોટે ઘણા લોકોના હાથમાંથી પસાર થયા છે. જેથી નોટના વપરાશથી વાયરસનો ફેલાવો થઇ શકે છે. માટે, UPI, IMPS, RTCG, મોબાઇલ વોલેટ, નેટ બેન્કિંગ દ્વારા કોન્ટેક્ટલેસ ચુકવણી કરવી જોઈએ.

ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન આપો
કોરોના વાયરસના કારણે ઉત્પન્ન થયેલ પરિસ્થિતિમાં ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન આપવા માટે સુવર્ણ તક છે. ડિજિટલ ચુકવણી પર ઑફર પણ એવી જોઈએ અને જાગૃકતા અભિયાન ચલાવવું જોઈએ જેના કારણે લોકોમાં નવી આદત ઉભી થાય અને વાયરસથી બચવા માટે મદદ પણ મળે.
