ભારતમાં લોકડાઉન શરુ થયાના 70 દિવસથી વધારે થઇ ગયા છે. ભારતમાં કોરોના કેસ 2 લાખની નજીક પહોંચી ગયા છે. જયારે, 90 હજારથી વધારે લોકોએ રિકવર થઇ ગયા છે. ભારતમાં એક્ટિવ કેસ અને રિકવર કેસની સંખ્યા 50-50 % જેટલી થઇ છે. 8 મે અગાઉ કોરોનાના કેસને રિકવર થવામાં સરેરાશ 10 દિવસ જેવો સમય લાગતો હતો. હાલમાં, રિકવરી રેટમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં, સરેરાશ 8000 કેસ સામે 4000 લોકો રિકવર થઇ રહ્યા છે. અને 200 લોકોના મૃત્યુ નોંધાઈ રહ્યા છે.

આ આંકડાઓ અનુસાર ભારતમાં દરરોજ સામે આવતા નવા કેસ રિકવર કેસ વચ્ચે સમાનતા જોવા મળી રહી છે. જે, 20 દિવસ અગાઉ સક્રિય કેસની સંખ્યા રિકવર કેસની તુલનાએ બમણી હતી. જો આજ પ્રમાણે રિકવરી રેટ જળવાઈ રહ્યો તો આગામી 5 દિવસમાં સક્રિય કેસની તુલનાએ રિકવર થનારા કેસની સંખ્યા વધી જશે. મહારાષ્ટ્રે શનિવારના રોજ 8000 વધારે કેસ રિકવર થવાની જાહેરાત કરી હતી. આ રિકવરી કેસની સંખ્યા વધતા રાષ્ટ્રીય રિકવરીના આંકમાં પણ વધારો થયો છે. ભારતના કુલ રિકવર કેસનો 70 % હિસ્સો ફક્ત મહારાષ્ટ્રનો રહેલો છે.
આ પણ વાંચો : RGUSH ના કાર્યક્રમમાં PM મોદી નું સંબોધન, કોરોના સામેની લડાઈમાં આપણી જીત નક્કી
ભારતની સ્થિતિ
હાલમાં, કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહેલા દેશોની તુલનાએ ભારતનો રિકવરી રેટ ઉંચો છે. તે સાથે જ સક્રિય કેસની રિકવરીનો રેટ નીચો છે. ભારતમાં ઉંચો રિકવરી રેટ હોવાના કારણમાં એક વધતી રિકવરી અને ઓછો મૃત્યુદર જવાબદાર છે.
