ભારતમાં લોકડાઉન દરમિયાન ઘણા લોકો સેવાના કાર્યમાં જોડાઈ ગયા છે. આ મહાસંકટ પરિસ્થિતિમાં તમામ એક્ટર્સ દ્વારા પણ મદદ કરવામાં આવી છે. હાલમાં, સોનુ સૂદ પણ મુંબઇમાં ફસાયેલા પરપ્રાંતિય મજૂરોને તેમના વતન મોકલવામાં વ્યસ્ત છે. સોનુ સૂદ દ્વારા કરવામાં આવી રહેલા કાર્યને આ દિશામાં મોટું પગલું ગણવામાં આવી રહ્યું છે.

સોનુએ કહ્યું છે કે, ‘મારું માનવું હતું કે, આપણે જે મજૂરોને શેરીઓમાં છોડી દીધા છે તે એ લોકો છે કે જેમણે આપણા મકાનો બનાવ્યા, આપણા રસ્તા બનાવ્યા, ઓફિસો બનાવ્યા, જ્યાં અમે શૂટિંગ કરીએ છીએ … અને આજે અમે તેમને શેરીઓમાં, તેમના બાળકો સાથે, તેમના માતાપિતા સાથે છોડી દીધા છે. ઘણા મજૂરો હજારો કિલોમીટર ચાલીને તેના ઘરે ગયા અને કેટલાક તો પહોંચી પણ નથી શક્યા. માટે, તેમના માટે કઈ કરવું જરૂરી છે.

ત્યારબાદ સોનુએ મહારાષ્ટ્ર, કર્ણાટકની સરકારની પરવાનગી લીધી અને પ્રથમ વખત 350 લોકોને વતન મોકલ્યા. જયારે જેઓ વતન જતા હતા ત્યારે તેમેની આંખોમાં આંસુ હતા.સમગ્ર દેશમાં આવા હજારો મજૂરો છે જેમને મોકલી શકાય નથી. જેથી દેશના જુદા જુદા ભાગોના લોકો માટે બિહાર, ઓરિસ્સા અને ઝારખંડ જેવી વિવિધ સરકારો સાથે વાત કરી, અમે પરવાનગી લીધી અને આખરે તેમને વતન મોકલવાનું કાર્ય શરુ કર્યું.
આ પણ વાંચો : લોકડાઉનમાં પ્રવાસી શ્રમિકોના સંકટથી શીખતાં મોદી સરકાર ભરવા જઈ રહી છે આ પગલું
સોનુને આ કામ પાછળના હેતુ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, ‘મારા માતાપિતાએ હંમેશા મને કહ્યું છે કે, તમે કોઈનો હાથ પકડો અને તેને તેના લક્ષ્યસ્થાન પહોંચાડીને જ તમે સફળ થઇ શકો છો. આ કાર્યમાં મારી સાથે મારી પત્ની સોનાલી અને મારો પરિવાર દરેક ક્ષણે મારો સાથે આપે છે. આ કાર્યનું પ્લાનિંગ કરવા હું અને મારા મિત્રો કલાકો સુધી વાત કરીએ છીએ. મારી પાસે ચાર્ટર્ડ એકાઉન્ટ્સની આખી ટીમ છે, જે લોકોને કેવી રીતે બહાર મોકલવા તે જાણવા માટે રાત-દિવસ કામ કરે છે. મારા મિત્રો તે લોકોની જરૂરિયાતને સમજવા માટે તે લોકોની વચ્ચે પણ જાય છે. આ બધું મારે એકલા કરવું શક્ય નહોતું. મારી સાથે ઘણા લોકો મદદની ભાવના સાથે આગળ આવ્યા અને જેથી અમારી એક ટીમ બની’

આ કાર્ય માટેની ફાઇલો મહારાષ્ટ્ર સરકારના 10-12 સ્ટેપમાંથી પસાર થાય છે. જો દિવસ 24 કલાકની જગ્યાએ 30-32 કલાકનો હોતે તો અમને કામ કરવા વધારે સમય મળતે. સોનુ સૂદે ટ્વિટ કરીને લખ્યું કે, ‘મારા પ્રિય મજૂર ભાઈઓ અને બહેનો. જો તમે મુંબઇમાં હોવ અને તમે વતન જવા માંગતા હો, તો કૃપા કરીને 18001213711 પર કોલ કરો અને કહો કે તમે કેટલા લોકો છો, તમે ક્યાં રહો છો અને ક્યાં જવા માંગો છો. અમારી ટીમ જે મદદ થઇ શકશે તે કરશે.
સોનુ ફિલ્મ ઉદ્યોગનો પ્રથમ એક્ટર છે જે પરપ્રાંતીય મજૂરને વતન મોકલવા માટે બસોની વ્યવસ્થા કરે છે. તે ઉપરાંત તેમની જમવાની પણ વ્યવસ્થા કરે છે. તેમના દ્વારા કુલ દસ બસો મહારાષ્ટ્રના થાણેથી ગુલબર્ગ જવા રવાના થઈ હતી. તે ઉપરાંત છેલ્લા કેટલાક દિવસોમાં મુંબઈના વડાલાથી લખનઉ, હરદોઇ, પ્રતાપગઢ અને સિદ્ધાર્થનગર સહિત ઉત્તરપ્રદેશના જુદા જુદા ભાગો માટે બસ રવાના થઈ હતી. તે ઉપરાંત ઝારખંડ અને બિહાર માટે પણ બસોની સગવડ કરવામાં આવી છે.
