ભારતમાં લોકડાઉન વચ્ચે પણ લોકો આત્મનિર્ભર લોનનાં ફોર્મ લેવા બેંકો બહાર લાંબી લાઈનો લાગી રહી છે. આટલી આકરી ગરમીમાં પણ લોકો 1 લાખ રૂપિયાની લોનનાં ફોર્મ લેવા માટે બેંકની આગળ કલાકો સુધી લાંબી લાઈનમાં ઉભા રહે છે. ત્યારે, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આત્મનિર્ભર ફોર્મને લઈને મોટું નિવેદન આપ્યું છે.

પોતાના નિવેદનમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, આત્મનિર્ભર યોજનામાં બધાને લોન નહીં મળે. લોન માટે બેંકને બે જામીન આપવા પડશે. કારણ કે, બેંકને પણ પોતાના પૈસાની ચિંતા હોય. રાજ્ય સરકાર હાલ આર્થિક સંકડામણમાં છે તેવું પણ નીતિન પટેલે જણાવ્યું હતું.
આ પણ વાંચો : આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાનું આજથી ફોર્મ વિતરણ શરુ, જાણો લાભ મેળવવાની સમગ્ર પ્રક્રિયા
આત્મનિર્ભર યોજના લોકડાઉનના સમયમાં નાનાં દુકાનદારો અને ધંધાર્થીઓ પોતાનો વ્યાપાર ફરી શરુ કરી શકે તે માટે લાવવામાં આવી છે. જેના અંતર્ગત જરૂરિયાતમંદોને 1 લાખ રૂપિયાની લોન 2 ટકાના વ્યાજે આપવામાં આવશે જયારે 6 ટકા વ્યાજ રાજ્ય સરકાર ચૂકવશે. જેના કારણે લોકો આ લોન લેવા માટે બેંકો બહાર પડાપડી કરી રહ્યા છે. પરંતુ, નીતિન પટેલના આ નિવેદન બાદ લોન લેવા માટે ઈચ્છુક લોકોને ધ્રાસ્કો લાગી શકે છે.
