કોરોના વાયરસના વધતાં સંક્રમણને લઈ સમગ્ર દુનિયા સહિત ભારતમાં પણ હાહાકાર મચી ગયો છે ત્યારે જેલમાં ભીડ ઓછી કરવાના હેતુ થી સુપ્રીમ કોર્ટ ધ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં જેલના કેદીઓને લઈ સુનાવણી કરવામાં આવી હતી જેમાં કેદીઓને કોઈ મામલે 7 વર્ષની સજા કે તેનાથી ઓછી સજા આપવામાં આવી છે તો તેઓને પરોલ કે વચગાળા જામીન આપી શકે છે.
આ પણ વાંચો : કોરોના વાયરસ : આ કારણે છે દેશ માટે આગામી અમુક કલાકો ખુબ જ મહત્વના

એક કમિટી તૈયાર કરવામા આવશે
સુપ્રીમ કોર્ટ ધ્વારા તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એક હૌલેવલ કમિટી બનાવી કમિટી ધ્વારા કયા કેદીઓને પરોલ આપી શકાય તેનો આદેશ આપવામાં આવ્યો છે. આ કમિટી કેટેગરી બનાવી ગુના અને વ્યવહારના આધારે કોને વચગાળાના જામીન કે પરોલ આપવું એ નક્કી કરશે. આ કમિટીમાં કાયદા સચિવ અને સ્ટેટ લીગલ સર્વિસ અથોરિટીના ચેરમેન પણ હશે.

વકીલોની ચેમ્બર બંધ
સુપ્રીમ કોર્ટે પોતાના કામકાજને સીમિત કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે વકીલોની ચેમ્બર પણ બંધ કરી દેવાઈ છે. આટલું જ નહીં સુપ્રીમ કોર્ટ તત્કાલ મામલાની સુનાવણી વિડીયો કોર્નફર્ન્સ ધ્વારા જ કરશે. સુપ્રીમ કોર્ટે જણાવ્યુ કે વકીલોને સુપ્રીમ કોરટમાં આવવાથી રોકવા માટે તેઓના પ્રોક્સિમિટી કાર્ડ રદ કરવાંમાં આવશે. બુધવાર સુધી સુપ્રીમ કોરટમાં માત્ર બે જ જજ અત્યંત આવશ્યક હોય તેવા જ કકેસની સુનાવણી કરશે તે પણ કોર્નફરન્સથી.
