કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે તેના પરિણામે રોજ કમાઈને રોજ ખાનાર લોકોને ઘણી તકલીફ પડી રહી છે. તે માટે, મહાનગરપાલિકા લોકોના આરોગ્યનું ધ્યાન રાખતી જ હતી પણ હવે જરૂરિયાતમંદ લોકો માટે ભોજન પણ પહોંચાડી રહી છે.
હાલમાં, સુરત મહાનગર પાલિકા અને સેવાભાવી સંસ્થાઓ મળીને સુરતમાં રોજના દોઢ લાખ લોકોને ભોજન આપવાની કામગીરી કરી રહી છે.

તે ઉપરાંત સુરત મ્યુનિ. કમિશ્નરે જણાવ્યું કે, લોકો લોકડાઉનનું પાલન કરે, બિન જરૂરી કામો માટે ન નીકળે. શહેરમાં કોઈ પણ માણસ ભૂખ્યો નહિ રહે દરેકને ભોજન પૂરું પાડવામાં આવશે.
આ પણ વાંચો : જો આ રિસર્ચનું પાલન થયું તો આટલા દિવસ સુધી વધી શકે છે લોકડાઉન…
લોકડાઉનના શરૂઆતના એક બે દિવસ લોકોને ખાવાનું ન મળ્યાની વાત મળી હતી પરંતુ ત્યારબાદ સુરત મ્યુનિ. અને 185 જેટલી સંસ્થાઓ, ધારાસભ્યો, રાજનેતાઓએ મળીને દરેક જરૂરિયાતમંદ લોકોને જમવાનું પહોંચાડવાનું કાર્ય શરુ કર્યું છે.

આ કાર્યમાં NewsAayog પણ સુરતના કેટલાંક સમાજ અગ્રણીઓની સાથે મળીને લોકોને બે ટાઈમનું ભોજન પહોંચાડવાનું કામ કરી રહ્યું છે. જેમાં શહેરના રાજકીય અગ્રણી મેહુલ ચોકસી અને તેમની સાથે જાણિતાં સીએ પ્રતિક તોશનીવાલે પણ મદદમાં આગળ આવ્યા છે. જેઓ ભોજનનો પૂરતો જથ્થો લોકો સુધી પહોંચી શકે તેના પ્રયાસ કરી રહ્યા છે.

જેમના સહકારથી શહેરમાં ભાગળના રાણી તળાવમાં ભોજન તૈયાર કરવામાં આવે જ્યાં યાકુબભાઈ સોની અને તેમના સાથીદારો અમરોલી, કોસાડ વિસ્તારમાં રહેતાં 1500 થી 2000 લોકોને ભોજન પહોંચાડે છે. જે ધર્મ અને જાતની સીમા તોડી સમાજના તમામ લોકોને ભોજન આપવામાં આવી રહ્યું છે. જેના માટે એક યાદી પણ તેમના દ્વારા તૈયાર કરવામાં આવી છે.

તો રામનગરમાં જીતુભાઈ રાવલ અને તેમની ટીમ પણ આ પ્રમાણે ભોજન બનાવી લોકોને સીધું ભોજન પહોંચાડી રહ્યા છે. જેનાથી ગરીબ નિરાધાર લોકોને ભોજન પહોંચાડી રહ્યા છે. તેમજ લોકોને જરૂરી મદદ પણ તેમના દ્વારા પહોંચાડવામાં આવી રહી છે.

જો તમારે પણ કોઈ મદદ પહોંચાડવી હોય તો અમારો સંપર્ક કરી શકો છો. જેથી જરૂરિયાત મંદ લોકોને સરળતાથી બે ટાઈમનું ભોજન મળી રહે…
