વિશ્વમાં પોતાનું કહેર ફેલાવનાર કોરોના વાયરસનો સુરતનો પ્રથમ કેસ લંડનથી આવેલી યુવતીનો હતો. આજે તેના પરિવાર માટે ખુશીનો કારણ કે, તેનો રિપોર્ટ નેગેટિવ આવતા તેને રજા આપી દેવામાં આવી છે પરંતુ, તેને ક્વૉરન્ટાઇનમાં રહેવું પડશે અને તેનું મોનિટરીંગ આરોગ્ય વિભાગની ટીમ કરશે.

થોડા સમય પહેલા આ યુવતી લંડનથી પરત ફરી હતી, તેમાં કોરોના વાયરસ જેવા લક્ષણ જોવા મળતા તેના માતા-પિતા સામેથી જ હોસ્પિટલ લઇ ગયા હતા. હોસ્પિટલ માંથી તેનો રિપોર્ટ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યો હતો, અને તે યુવતીને ક્વૉરન્ટાઇનમાં રાખવામાં આવી હતી. પરંતુ, આજે તેનો રિપોર્ટ નેગેટિવ આવતા તેના પરિવારમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. તેને મહાનગર પાલિકા અને ડોક્ટરોનો આભાર વ્યક્ત કર્યો હતો.
તેનો રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી પરંતુ, સુરક્ષાના ભાગરુપ તેને હોમ ક્વૉરન્ટાઇનમાં રાખવામાં આવશે.
