ભારતના ઘણા રાજ્યોમાં કોરોના વાયરસનો ચેપ વધતો જાય છે. ગુજરાતના સુરતમાં પણ અત્યાર સુધી 12 સુધી પહોંચી ગયો છે. સુરતમાં બે દિવસ પહેલા રાંદેર વિસ્તારના લોન્ડ્રી ચાલકમાં કોરોના પોઝિટિવ આવતા રાજ્યનું આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું હતું. એવું માનવામાં આવે છે કે, તેમના સંપર્કમાં ઘણા લોકો આવેલા હોવાની શંકા છે માટે રાંદેર વિસ્તારમાં આખા ગુજરાતનું મોટું માસ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. ત્યાંના 1 કિલોમોટરના વિસ્તારને બેરિકેટથી બંધ કરવામાં આવ્યો છે જ્યાં, 16 હજારથી વધારે ઘરોનો સમાવેશ છે. ત્યાં 50 હજારથી વધારે લોકો હોમ ક્વોરન્ટીનમાં છે.

લોન્ડ્રી ચલાવતા વૃદ્ધના સંપર્કમાં અનેક આવ્યાની શંકા
રાંદેરના 67 વર્ષીય વૃદ્ધ લોન્ડ્રી ચલાવે છે. થોડા દિવસથી તેમને શરદી, ખાંસી, તાવ હોવાથી પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યાં તેમને શંકાસ્પદ લક્ષણો જણાતા સેમ્પલ લઇ રિપોર્ટ કરાયો હતો. જે સોમવારે પોઝિટિવ આવ્યો હતો. તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તેમની લોન્ડ્રીમાં આવતા ગ્રાહકોના નામ પણ પૂછવામાં આવ્યા હતા પરંતુ, જાણતા ન હોવાના કારણે સમગ્ર વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : નહિ લંબાઈ લોકડાઉનના દિવસ!! રેલવે અને એરલાઇન્સે કર્યું બુકીંગ શરુ

બેરિકેટ અને રેડ ફ્લેગ મૂકાયો
રાંદેરમાં મળેલા પોઝિટિવ કેસને લઈને તેમના રહેઠાણ આસપાસ એક કિલોમીટર વિસ્તારને ક્વોરન્ટીન કરવામાં આવ્યું છે. સાથે જ એક કિલોમીટરના વિસ્તારમાં બેરીકેટ પણ મુકી દેવામાં આવ્યા છે અને રેડ ફ્લેગ પણ લગાવવામાં આવ્યો છે. માસ ક્વોરન્ટીનના કડક અમલ માટે પોલીસ પણ તૈનાત કરી દેવામાં આવી છે. તે ઉપરાંત ત્યાં ચેપના ફેલાય તેની કામગરી પણ કરવામાં આવી છે અને ત્યાં 16,785 ઘરોમાં સર્વે પણ કરવામાં આવ્યો છે.
