એક તરફ કોરોના વાયરસે લોકોને દહેશતમાં મૂકી દીધા છે. ત્યારે, કાળઝાળ ગરમીના કારણે લોકોની તકલીફ વધી રહી છે. રાજ્યમાં ગરમીના પારામાં દૈનિક ધોરણે વધારો થઇ રહ્યો છે. લોકડાઉનના પગલે લોકોએ ઘરે રહેવું પડે છે અને ઘરમાં આ ગરમીના કારણે વધારે હેરાનગતિનો સામનો કરવો પડે છે.

તે વચ્ચે હવામાન વિભાગથી સમાચાર આવ્યા છે કે, રાજ્યમાં ગરમીનો પારો વધુને વધુ ઉંચે જવાનો છે. જેથી ગુજરાત આગામી 4 દિવસ સુધી ગરમીમાં વધુ શેકાશે. આ અનુમાન અનુસાર, ગુજરાતના કેટલાક શહેરમાં તાપમાન 41 ડિગ્રીને પાર જશે. એક તરફ પવિત્ર રમઝાન માસની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે બીજી તરફ કોરોના અને હીટ વેવનો પ્રકોપ શહેરમાં જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : કોરોના સંકટ વચ્ચે ભારતે બદલ્યા આ નિયમો, ચીને આપી ધમકી
આ આગાહી અનુસાર, આગામી દિવસોમાં ગુજરાતમાં 2 ડિગ્રી તાપમાન વધી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં વધુ ગરમી નોંધાશે. માહિતી પ્રમાણે ગુજરાતના કંડલામાં સૌથી વધુ તાપમાન 43 ડિગ્રી નોંધાયું છે. જ્યારે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 42 ડિગ્રી, અમરેલી, ગાંધીનગર, અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તે સિવાય ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન વેરાવળ અને દીવમાં 32 ડિગ્રી સુધી નોંધાયું છે.
