દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં થોડો ઘટાડો થયો છે. પરંતુ, દેશમાં કોરોના સામેના યુદ્ધમાં જીતવા દેશના 15 શહેરોમાં કોરોનાનો ચક્રવ્યૂહ તોડવો પડશે ત્યારે જ જીતી શકાશે.
નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતએ દેશના 15 શહેરોની ઓળખ કરાવી છે, જ્યાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે. આયોગ તરફથી કહેવામાં આવ્યું છે કે, જ્યાં સુધી આ શહેરોમાં હાલત નહીં સુધરે, ત્યાં સુધી કોરોનાની સ્થિતિનું સાચું અનુમાન લગાવી શકાશે નહિ. આ શહેરોમાં મહારાષ્ટ્રના પુણે, આગ્રા, મધ્ય પ્રદેશનું ઈન્દોર, જોધપુર (રાજસ્થાન), તેલંગાણાનું હૈદરાબાદ, રાજસ્થાનનું જયપુર, ગુજરાતનું અમદાવાદ, મહારાષ્ટ્રનું મુંબઈ તથા દિલ્હીના નામ સામેલ છે.

આ પણ વાંચો : કોરોનાના વધતા કેસના કારણે સુરતનો દેશના ટોપ-10 જિલ્લામાં આવી ગયું. આ સ્થાન પર રહ્યું સ્થિત
આ શહેરોમાં કોરોનાને માત આપવા માટે સરકારે અનેક નવી યોજનાઓ ઉપર પણ કામ કરી રહી છે. નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતે ટ્વિટ કરીને કહ્યું કે, 15 જિલ્લા કોરોનાની વિરુદ્ધ આપણા જંગમાં સૌથી કઠિન સ્થાન છે. આ પૈકી 7 એ શહેર છે જ્યાં કોરોનાના સૌથી વધુ કેસ છે. ભારત કોરોના સામેના જંગમાં કેટલું સફળ થાય છે તે આ શહેરોના આધારે નક્કી થશે. અમે અહીં વધુ સખ્તાઈ અને મહેનતની સાથે મોનિટરિંગ, કન્ટેનમેન્ટ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની વ્યવસ્થાની શરૂઆત કરવી પડશે.
