કોરોના વાયરસથી બચવા માટે, ભારતમાં 21 દિવસનો લોકડાઉન જાહેર કરવામાં આવ્યો છે. ઘણા પ્રકારના વ્યાપાર-ધંધાઓ આનાથી પ્રભાવિત થયા છે. પરંતુ, એક એવી એપ પણ છે જે ભારતમાં ખુબ જ લોકપ્રિય થઈ રહી છે.
દરેક કંપનીઓએ તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવાનું જણાવ્યું છે. આ સ્થિતિમાં મીટિંગ્સ માટે વીડિયો કોન્ફરન્સિંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. Zoomએ ક્લાઉડ કોન્ફરન્સિંગ પ્લેટફોર્મ છે જે મોબાઇલ પર પણ ડાઉનલોડ કરી શકાય છે.
આ પણ વાંચો : ત્રીજું સ્ટેજ (કોમ્યુનિટી ટ્રાન્સમિશન) શું છે, અને શું કોરોના ભારતમાં આ સ્ટેજ પર પહોંચ્યું?

Zoom એપ્લિકેશન હવે ભારતમાં સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવતી એપ્લિકેશન બની ગઈ છે. આ એપ વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ અને ટિક્ટોક જેવી લોકપ્રિય એપ્સને પણ પાછળ છોડી દીધી છે.
આ ગુગલ પ્લે સ્ટોરનો આંકડો છે. ભારતમાં એન્ડ્રોઇડ વપરાશકારોની સંખ્યા વધુ છે. જોકે આ એપ્લિકેશન iOS માટે પણ છે. Zoom એપ્લિકેશનના બેઝિક વર્ઝનમાં 50 લોકો એક સાથે વિડિઓ કોન્ફરન્સ કરી શકે છે.

આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી વિશ્વભરમાં 100 મિલિયનથી વધુ વખત ડાઉનલોડ થઈ છે. વોટસએપના વપરાશકર્તાઓની સંખ્યા લોકડાઉનના કારણે વધી છે. પરંતુ, અત્યારે આ એપ પ્લે સ્ટોર પર પાંચમા ક્રમે પહોંચી ગઈ છે.
તાજેતરમાં Zoom એપ્લિકેશન પર મોટો આરોપ લગાવામાં આવ્યો હતો. સાયબર સિક્યુરિટી ફર્મે જણાવ્યું હતું કે, Zoom એપનું iOS વર્ઝન ફેસબુક સાથે યુઝર્સનો ડેટા શેર કરી રહ્યું છે. ફેસબુક અને Zoom એપનો એક બીજા સાથે કોઈ સંબંધ નથી, માટે સવાલો ઉભા થઈ રહ્યા હતા કે, આ કંપની ફેસબુક સાથે યુઝર ડેટા કેમ શેર કરી રહી છે.

આ આરોપ પછી, Zoom ના સ્થાપકએ કહ્યું છે કે, કંપની એ ફીચરને રિવ્યૂ કરી રહી છે જે યુઝર્સના ડેટાને ફેસબુક સાથે શેર કરે છે. હવે કંપની દ્વારા તે ફીચરને બંધ કરી દેવામાં આવ્યું છે
